પહેલીવાર હોલિવુડ ફિલ્મના પોસ્ટરમાં છવાઈ આલિયા, ફેન્સના દિલોને કરશે હેક

આલિયા ભટ્ટ નેટફ્લિકસની ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’થી હોલિવુડ ડેબ્યૂ કરી રહી છે. ગેલ ગેડોટ અને જેમી ડોર્નનની ફિલ્મમાં આલિયા ભટ્ટ મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. ફિલ્મથી એક્ટ્રેસનો ફર્સ્ટ લુક સામે આવી રહ્યો છે. તે કિયા ધવનના રોલમાં નજરે પડશે. ફિલ્મમાં પહેલી વખત આલિયા ભટ્ટ નેગેટિવ રોલમાં નજરે પડશે. તે એક રહસ્યમય હેકરની ભૂમિકા ભજવવા જઈ રહી છે, જે બાધાઓને કંટ્રોલ કરે છે. આ અગાઉ એક્ટરેની ઝલક ટ્રેલરમાં નજરે પડી હતી.
ટ્રેલરમાં આલિયા ભટ્ટની ભૂમિકા શાનદાર લાગી રહી છે. બોલિવુડ પર રાજ કર્યા બાદ આલિયા ભટ્ટ હોલિવુડમાં છવાવા તૈયાર છે. તેની પહેલી હોલિવુડ મૂવીને જોવા માટે ફેન્ડ સુપર એક્સાઈટેડ છે. ફિલ્મમાં ગેલ ગેડોટ અને જેમી ડોર્નન ઇન્ટેલિજેન્સ એજન્ટની ભૂમિકા ભજવતા નજરે પડશે. હોલિવુડ સ્ટાર્સ વચ્ચે આલિયા ભટ્ટની કાસ્ટિંગે ભારતીય ફેન્સમાં થ્રીલ ઉત્પન્ન કરી દીધું છે. હાર્ટ ઓફ સ્ટોનને ટોમ હાર્પરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ અગ્રેજી, હિન્દી, તામિલ અને તેલુગુમાં 11 ઑગસ્ટના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
આલિયા ભટ્ટની હિન્દી ફિલ્મોની વાત કરીએ તો 28 જુલાઇના રોજ એક્ટ્રેસની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ રીલિઝ થશે. તેમાં તેની રણવીર સિંહ સાથે જોડી બની છે. બંને આ અગાઉ ‘ગલી બોય’માં સાથે નજરે પડ્યા હતા. સિલ્વર સ્ક્રીન પર તેમની કેમેસ્ટ્રી ધમાલ મચાવી હતી. ફિલ્મના ટ્રેલરને લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. તેના સોંગ ચાર્ટબસ્ટર પર છવાયા છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કરણ જોહર ડિરેક્શનમાં વાપસી કરી રહ્યો છે. કરણ અને આ ફિલ્મથી ફેન્સને ખૂબ આશા છે.
આલિયા ભટ્ટ અત્યારે કરિયરના પિક પર છે. તેની દરેક ફિલ્મ હિટની ગેરંટી માનવામાં આવે છે. બેક ટૂ બેક આલિયાની ફિલ્મ બમ્પર કમાણી કરી રહી છે. ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1’ ‘ડાર્લિંગ્સ’, ‘RRR’માં તેના કામના ખૂબ વખાણ થયા છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આલિયા ભટ્ટ આ સમયે ઇન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ છે. હવે જોવાનું એ રહેશે કે તેના માટે વર્ષ 2023 કેવું સાબિત થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp