સ્વરા ભાસ્કરના નિકાહ અયોગ્ય, પહેલા ઇસ્લામ કબૂલ કરે તો જ યોગ્ય: મૌલાના શહાબુદ્દીન

PC: twitter.com/ReallySwara

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટી (SP) નેતા ફહદ અહમદ સાથે લગ્ન કરી લીધા છે. સ્વરા ભાસ્કરે પોતે તેની જાણકારી પોતાના સોશિયલ મીડિયા પર આપી છે. આ સમય સામે આવ્યા બાદ જ ઘણા પ્રકારની કમેન્ટ આવી રહી છે. હવે બરેલીના મૌલાનાએ સ્વરા ભાસ્કરના લગ્નનને લઈને કહ્યું કે, આ લગ્ન યોગ્ય નથી. સ્વરા પહેલા ઇસ્લામ કબૂલ કરે, ત્યારબાદ જ નિકાહ યોગ્ય માનવામાં આવશે. બરેલી દરગાહ આલા હજરતના પ્રચારક મૌલાના શહાબુદ્દીને કહ્યું કે, શરિયત ઇસ્લામિયાનો સીધો સીધો નજરિયો છે અને હુકમ છે કે જો છોકરી ગેર-મુસ્લિમ છે અને તેણે ઇસ્લામ કબૂલ કર્યો નથી અને છોકરો જો મુસ્લિમ છે અને છોકરી તેની સાથે લગ્ન કરવા માગે છે તો તે કુરાન અને હદીસની રોશનીમાં યોગ્ય નથી.

મૌલાનાએ કહ્યું કે, જરૂરી એ છે કે છોકરી હોય કે છોકરો, પહેલા તે ઇસ્લામ કબૂલ કરે. તે ઇસ્લામ કબૂલ કર્યા બાદ છોકરા સાથે લગ્ન થશે તો તે નિકાહ યોગ્ય માનવામાં આવશે, નહિતર યોગ્ય માનવામાં નહીં આવે. મને જે સવાલ કરવામાં આવ્યો છે કે ફહદ અહમદે સ્વરા ભાસ્કર સાથે નિકાહ કર્યા છે, પરંતુ સ્વરાએ ઇસ્લામ કબૂલ કર્યો નથી. હવે એવી કન્ડિશનમાં બંનેના લગ્ન શરિયત અને ઇસ્લામની રોશનીમાં યોગ્ય નથી. જરૂરી એ છે કે પહેલા ઇસ્લામ કબૂલ કરે, ત્યારબાદ જે ઇસ્લામી રીત-રિવાજ છે, તે મુજબ નિકાહ કરો, ત્યારે તે નિકાહ યોગ્ય માનવામાં આવશે, નહીં તો યોગ્ય નથી.

સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ 6 જાન્યુઆરી 2023ના રોજ પોતાના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. એક્ટ્રેસે 8 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેનું માથું એક મિસ્ટ્રી મેનના હાથ પર રાખેલુ નજરે પડી રહ્યુ હતું. બંને બેડ પર સૂતા હતા અને બંનેમાંથી કોઈનો પણ ચહેરો દેખાઇ રહ્યો નહોતો, ત્યાર પણ ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા કે સ્વરા રિલેશનશીપમાં છે. સ્વરાએ ફોટો કેપ્શનમાં હિંટ આપતા લખ્યું હતું કે તે કદાચ પ્રેમ હોય શકે છે.

સ્વરાએ સોશિયલ મીડિયા પર વધુ એક તસવીર શેર કરી હતી, જેમાં તેના હાથોમાં મહેંદી નજરે પડી રહી હતી. સાથે જ સ્વરાએ એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની લવ સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વરા અને ફહદની લવ સ્ટોરી શરૂઆત પ્રોટેસ્ટથી થઈ. તેનો ઉલ્લેખ કરતા સ્વારાએ વીડિયોમાં એમ પણ કહ્યું છે કે બંનેની પહેલી સેલ્ફી પણ પ્રોટેસ્ટ દરમિયાન જ લીધી હતી. ત્યારબાદ ફહદે પોતાની બહેનના લગ્ન પર સ્વરાને આમંત્રિત કરી હતી, જેનો જવાબ આપતા સ્વરાએ ટ્વીટરપર લખ્યું હતું કે હું મજબૂર છું. શૂટિંગમાંથી નીકળી નહીં શકું, આ વખત માફ કરજે મિત્ર. સોગંધ છે, તારા લગ્નમાં જરૂર આવીશ.

સ્વરાએ વીડિયોમાં જણાવ્યું કે, બંને વચ્ચે ડિસેમ્બર 2019માં પ્રોટેસ્ટ દરમિયાન ઓળખાણ થઈ. પછી મિત્રતા અને ત્યારબાદ આ જ મિત્રતા રિલેશનશિપમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે મુલાકાતો વધવા લાગી અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ. વીડિયો કેપ્શનમાં સ્વરાએ પોતાના દિલની વાત લખી. તેણે લખ્યું કે, ઘણી વખત તમે દૂર દેખાઓ છો અને મોટી વસ્તુ પર ફોકસ કરો છો.

જે કદાચ તમારી એકદમ નજીક હોય છે અને એ તમારી પાસે છે. તેની બાબતે તમને અંદાજો હોતો નથી. અમે પ્રેમ શોધી રહ્યા હતા, પરંતુ અમને પહેલા મિત્રતા મળી અને ત્યારબાદ અમે બંને એક-બીજાને મળ્યા. ફહદ અહમદ તું મારા દિલમાં છે, દિલમા ઉથલ-પાથલ છે, પરંતુ એ માત્ર તારું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp