અમિષા પટેલે ‘ગદર-2’ વિશે એવું લખ્યું કે ચાહકોએ જબરદસ્ત ટ્રોલ કરી દીધી

PC: aajtak.in

થોડા દિવસો પહેલા 'ગદર 2'નું ટીઝર રીલિઝ થયું હતું, જેમાં તારા સિંહ લાલ કપડામાં લપેટાયેલી લાશ પાસે બેઠેલી જોવા મળી હતી. તે હાથ જોડીને રડતી પણ જોવા મળી હતી.આ ટીઝર જોઈને ચાહકો નારાજ થઈ ગયા હતા. જ્યારે બોલિવુડ અભિનેત્રી અને ફિલ્મની કલાકાર અમિષા પટેલને ચાહકોની મુશ્કેલી વિશે જાણ થઇ તો તેણે ફિલ્મનું સ્પાઇલર જાહેર કરી દીધુ હતું.

સ્પાઇલર એટલે કોઇ ફિલ્મનો પ્લોટ કે સસ્પેન્શન વિશે તમને રોમાંચ હોય અને એ માહિતી જાહેર થઇ જાય જેને કારણે તમારો મૂડ બગડી શકે છે.

બોલિવુડ અભિનેત્રી અમિષા પટેલ વર્ષો પછી ફિલ્મ ‘ગદર-2’થી ફિલ્મમાં વાપસી કરી રહી છે. સની દેઓલ અભિનીત આ ફિલ્મમાં અભિનેત્રી અમિષા, સકીનાનું પાત્ર ભજવતા જોવા મળશે. એવી ધારણા રાખવામાં આવી રહી છે કે બધાને તારા સિંહ અને સકીનાની જોડી ફરી એકવાર પસંદ આવશે. ફિલ્મ ‘ગદર-2’  11 ઓગસ્ટે દેશભરના સિનેમાઘરોમાં રજૂ થવાની છે, એટલે હજુ ફિલ્મ રીલિઝને દોઢ મહિનાની વાર છે. આ વચ્ચે અમિષા પટેલે ફિલ્મને લઇને એક મોટી જાણકારી આપી દીધી હતી.

અમિષા પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, મારા બધા પ્યારા ચાહકો, તમારામાંથી ઘણા એ વિચારીને ચિંતિત થઇ રહ્યા છે કે ‘ગદર-2’માં સકીનાનું મોત થવાનું છે. અમિષાએ કહ્યું કે, આવું ન વિચારતા, કારણકે આવું કશું થવાનું નથી. તારા સિંહ કોની બોડી પાસે બેઠા છે એ તો તમને હું ન કહી શકું, પરંતુ એટલું જરૂર કહીશ કે એ સકીના નથી. એટલે તમે બધા પરેશાન થશો નહીં. લવ યૂ ઓલ.

ચાહકોની પરેશાની દુર થશે એવા આશયથી અમિષાએ ટ્વીટ કર્યું , પરંતુ ચાહકો તો વધારે નારાજ થઇ ગયા અને અમિષા પટેલ પર ભડકી ઉઠ્યા હતા. એક યૂઝરે લખ્યુ કે તમે ફિલ્મના સ્પાઇલર્સ શું કામ બતાવી રહ્યા છો? એક યૂઝરે લખ્યું કે  એક કામ કરો, ક્લાઇમેક્સ પણ બતાવી દો, જેથી અમારે સિનેમાઘરમાં જઇને ફિલ્મ જોવાની જરૂર જ ન પડે. બધું ઘર બેઠા જ ખબર પડશે. એક યૂઝરે લખ્યું કે આ રીતે સ્પાઇલર આપી દેવાથી શું થશે?

‘ગદર-2’ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ‘ગદર’ એક પ્રેમકથાની સીક્વલ છે. ફિલ્મને અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં લવ સિંહા, ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp