અમીષા પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, તરત મળ્યા જામીન, જાણો શું છે મામલો

‘ફિલ્મ કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’માં પોતાની દમદાર એક્ટિંગથી બધાના દિલ જીતી લેનારી એક્ટ્રેસ મનીષા પટેલ છેતરપિંડીનો કેસનો સામનો કરી રહી છે. આ સિલસિલામાં તેને રાંચીની કોર્ટમાં હાજર થવું પડ્યું. રાહતની વાત એ છે કે એક્ટ્રેસને છેતરપિંડીના કેસમાં જામીન મળી ગયા છે. જો કે, કોર્ટે તેને 21 જૂનના રોજ ફરીથી ઉપસ્થિત થવાના નિર્દેશ આપ્યા છે.

શું છે આખો મામલો?

અમીષા પટેલ પર રાંચીના ફિલ્મ ડિરેક્ટર અજય કુમાર સિંહે ચેક બાઉન્સ થવા, છેતરપિંડી અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. અમીષા પટેલ પર આરોપ છે કે તેણે એક ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટી માટે રાંચીના રહેવાસી ફિલ્મમેકર અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મ પૂરી થયા બાદ વ્યાજ સહિત પૈસા પરત કરવાના હતા. પરંતુ વર્ષ 2013માં શરૂ થયેલી આ ફિલ્મ પૂરી થઈ રહી નહોતી. તો અજય સિંહે પોતાના પૈસા પાછા માગી લીધા.

અમીષા પટેલ પર આરોપ છે કે, તેણે અજય કુમાર સિંહના પૈસા પાછા ન આપ્યા. અજય કુમાર સિંહના વકીલ વિજયા લક્ષ્મી શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલમાં તેને જામીન મળી ગયા છે, પરંતુ કોર્ટે 21 જૂનના રોજ ફરી હાજર થવાના નિર્દેશ આપ્યા છે. તો એક્ટ્રેસ અમીષા પટેલ તરફથી તેના એડવોકેટ અજયપ્રકાશે પોતાનો પક્ષ રાખ્યો. છેતરપિંડી અને ચેક બાઉન્સ થવાના કેસમાં ઘણી વખત અમીષા પટેલના નામે સમન્સ જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ તે કોર્ટમાં હાજર થઈ રહી નહોતી. ત્યારબાદ કોર્ટે તેની વિરુદ્ધ વોરન્ટ ઇશ્યૂ કરી દીધું હતું.

ફિલ્મ મેકર અજય કુમાર સિંહે પોતાના જૂના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમીષા પટેલે 2.5 કરોડ રૂપિયા ફિલ્મ દેશી મેજિક’ની મેકિંગ અને પબ્લિસિટી માટે લીધા હતા. ફિલ્મની શૂટિંગ 2013થી શરૂ થઈ હતી, પરંતુ અત્યાર સુધી આ ફિલ્મ રીલિઝ થઈ નથી. તેને જોતા અજય કુમારે પોતાના પૈસા અમીષા પટેલ પાસે માગ્યા તો તે પૈસા આપવાની વાત ટાળવા લાગી. દબાવ બનાવવા પર તેણે 2.5 કરોડનો ચેક આપી દીધો, તે બાઉન્સ થઈ ગયો. ત્યારબાદ અજય સિંહે કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસને લઈને મનીષા પટેલ પર છેતરપિંડીનો કેસ ચાલી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે 21 જૂનના રોજ કોર્ટ આ કેસમાં શું નિર્ણય સંભળાવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.