અમિતાભ બચ્ચન હેલમેટ વગર બાઇક પર બેસવા પર ટ્રોલ થયા, જાણો શું આપ્યો જવાબ
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની એક તસવીરના કારણે ચર્ચામાં છે. હાલમાં જ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ‘તેમણે સેટ પર પહોંચવા માટે એક અજાણ્યા વ્યક્તિ પાસેથી લિફ્ટ લીધી હતી અને તેઓ તેની બાઇક પર બેસીને શૂટિંગ લોકેશન પર પહોંચ્યા હતા, પરંતુ જોત જોતમાં આ તસવીર પર હોબાળો મચવા લાગ્યો. તસવીર વાયરલ થયા બાદ લોકો સવાલ ઉઠાવવા લાગ્યા કે અમિતાભ બચ્ચન અને બાઇક ચલાવનાર વ્યક્તિએ હેલમેટ પહેર્યું નથી.
એટલું જ નહીં, અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યા. તો અમિતાભ બચ્ચનના હેલમેટ વિના સવારી કરવા પર મુંબઈ પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી હતી અને કહ્યું હતું કે, ‘અમે આ બાબત ટ્રાફિક બ્રાન્ચ સાથે શેર કરી છે. હવે આ બાબતે અમિતાભ બચ્ચે પોતાની સફાઇ આપી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર એક પોસ્ટ શેર કરતા આ આખી બાબતને સમજાવી છે. તેમણે જણાવ્યું કે, Ballard Estateની એક ગલીમાં શૂટિંગ માટે મંજૂરી લીધી હતી. રવિવારે શૂટ માટે મંજૂરી લીધી હતી કેમ કે એ દિવસે બધી ઓફિસ બંધ હોય છે અને ત્યાં કોઈ પબ્લિક કે પછી ટ્રાફિક હોતી નથી.
તેમણે લખ્યું કે, જે ડ્રેસ મેં પહર્યો છે તે ફિલ્મ માટે મારો કોસ્ટ્યૂમ છે. હું ક્રૂ મેમ્બરની બાઇક પાસે બેસીને મજાક કરી રહ્યો હતો. ત્યાં બાઇક જરાય ચલાવી નથી અને મેં કહ્યું કે, મેં ટાઇમ બચાવવા માટે મુસાફરી કરી, પરંતુ હા જો પંક્ચૂઆલિટીની સમસ્યા હોત તો હું એમ જરૂર કરતો. હું હેલમેટ પહેરતો અને ટ્રાફિક ગાઈડલાઇન્સના બધા નિયમોનું પાલન કરતો. એમ કરનારો હું એકલો નથી. લોકેશન પર સમય પર પહોંચવા માટે અક્ષય કુમારને એમ કરતો જો હતો. અમિતાભ બચ્ચને પણ બ્લોગના અંતમાં લખ્યું કે, તમારી ચિંતા, કેર, પ્રેમ અને ટ્રોલ કરવા માટે આભાર. એ સિવાય અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું કે, તેમણે કોઈ ટ્રાફિક નિયમોને જરાય તોડ્યા નથી.
We request you to provide exact location details for further action.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) May 15, 2023
એ જ પ્રકારે અનુષ્કા શર્માનો બાઇક પર સવારી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો, તો એક યુઝરે મુંબઈ પોલીસને ટેગ કરતા લખ્યું કે, મુંબઈ પોલીસ નો હેલમેટ? તેના જવાબમાં મુંબઈ પોલીસે જણાવ્યું કે, ટ્રાફિક પોલીસને તેની બાબતે સૂચિત કરી દેવામાં આવી છે. બંને ટ્વીટમાં મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને પણ ટેગ કરવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન ફિલ્મ ‘સેક્શન 84’ની શૂટિંગમાં વ્યસ્ત છે, તો અનુષ્કા ‘ચકદા એક્સપ્રેસ’ સાથે ફિલ્મોમાં વાપસી કરવા તૈયાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp