ઐશ્વર્યા રાય બચ્ચને નથી ભર્યો ટેક્સ, ઘરે પહોંચી નોટિસ, આપવી પડશે આટલી રકમ

PC: bollywoodlife.com

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની કોઇને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતા માટે ઐશ્વર્યા રાયનું નામ મોટા ભાગે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં ઐશ્વર્યા રાય તેના નામે બાકી ટેક્સને લઇને ચર્ચામાં આવી છે. એવા સમાચાર મળી રહ્યા છે કે ઐશ્વર્યા રાય બચ્ચનની જમીન પર બાકી ટેક્સને ધ્યાનમાં લઇને નાસિકના તાલુકાધિકારીએ એક્ટ્રેસ વિરુદ્ધ નોટિસ મોકલી છે. તો ચાલો આ આ આર્ટિકલમાં જોઇએ કે, ઐશ્વર્યા રાય બચ્ચને આખરે કેટલો ટેક્સ ચૂકવવાનો બાકી છે.

બોલિવુડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ટેક્સ ન ચૂકવવાની બાબતને લઇને ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ, ઐશ્વર્યા રાય બચ્ચને તેની જમીન પર બાકી ટેક્સ જમા ન કરાવવાના કારણે નાસિકના તાલુકાધિકારીએ નોટિસ મોકલી છે. ઐશ્વર્યા રાય બચ્ચનને નોટિસ સિન્નર (નાસિક) તાલુકાધિકારી તરફથી મોકલવામાં આવી છે. રિપોર્ટ્સ છે કે નાસિકના સિન્નરના અદવાડી શિવરાતમાં એક્ટ્રેસની જમીન છે. આ જમીનનો એક વર્ષનો ટેક્સ બાકી છે જ 21,960 રૂપિયા છે. જેને એક્ટ્રેસે જમા કર્યો નથી.

આ બાકી ટેક્સના કારણે તાલુકાધિકારીએ ઐશ્વર્યા રાય વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. નોટિસ 9 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી હતી અને ઐશ્વર્યા રાય બચ્ચનને મળી કે નહીં તેની બાબતે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. કહેવામાં આવી રહ્યું છે કે, ઐશ્વર્યા રાય પાસે સિન્નરના થાનગાંવ પાસે અદવાડીના પર્વતીય વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે. રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય પર આ જમીનનો એક વર્ષનો ટેક્સ બાકી છે. ઐશ્વર્યા સાથે જ 1,200 અન્ય સંપત્તિના માલિકોને પણ ટેક્સ બાકી માટે નોટિસ આપવામાં આવી છે.

મહેસૂલ વિભાગ દ્વારા આ કાર્યવાહી માર્ચના અંત સુધી, વસૂલીના લક્ષ્યને પૂર્ણ કરવા માટે કરવામાં આવી છે કેમ કે, માર્ચનો મહિનો મહેસૂલ વિભાગ માટે ક્લોઝિંગ મહિનો હોય છે. જો કે ઐશ્વર્યા રાયે અત્યાર સુધી આ બાબતે રીએક્ટ કર્યું નથી. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાયે ઉર્જા ઉત્પાદન કરનારી કંપની સુજલોનમાં રોકાણ કર્યું છે. ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સાથે જ કેટલીક જાણીતી હસ્તીઓએ પણ પવન ઉર્જા કંપની સુજલોનમાં રોકાણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp