એક્શન સીન શૂટિંગ કરતા ઇજાગ્રસ્ત થયા અમિતાભ બચ્ચન, પાસળીમાં ઈજા
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થઈ ગયા છે. એક્શન સીન કરતી વખત અમિતાભ બચ્ચનને ઇજા થઈ ગઈ છે. ઇજા થવાના કારણે શૂટિંગને કેન્સલ કરવું પડ્યું. તેઓ ડૉક્ટર્સની દેખરેખમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમિતાભ બચ્ચને આ અકસ્માત બાબતે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હૈદરાબાદમાં ‘પ્રોજેક્ટ K’ની શૂટિંગ દરમિયાન તેમને ઇજા થઈ છે. આ અકસ્માત એક એક્શન શૉટના સમયે થયો.
અમિતાભ બચ્ચનને પાસળીમાં ઇજા થઈ છે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, રિબ (પાસળી) કાર્ટિલેજ પોપ થઈ ગયો છે અને જમણી પાસળીના કેજની સાઇડની માંસપેશી ફાટી ગઈ છે. ઇજા થયા બાદ શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું છે. હૈદરાબાદની AIG હૉસ્પિટલમાં અમિતાભ બચ્ચનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું છે. ચેકઅપ બાદ અમિતાભ બચ્ચન ઘરે ઘરે પરત પહોંચી ગયા છે. ડૉક્ટર્સે તેમને પાટા બાંધી આપ્યા છે અને આરામ કરવાની સલાહ આપી છે.
અમિતાભ બચ્ચન આ સમયે પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને ખૂબ દુઃખાવો થઈ રહ્યો છે. મૂવ કરવા અને શ્વાસ લેવામાં પણ પરેશાની થઈ રહી છે. પૂરી રીતે સારા થવામાં તેમને હજુ થોડો સમય લાગશે. તેમને દવાઓ આપવામાં આવી છે. ડૉક્ટર્સે કેટલીક પેન કિલર્સ પણ આપી છે જેથી તેમને દુઃખાવામાં થોડી રાહત મળી શકે. અમિતાભ બચ્ચનને આ પ્રકારે ઇજા થવાના સમાચાર દરેક માટે ખૂબ પરેશાની કરનારા છે. અમિતાભ સાથે થયેલા અકસ્માત બાદ તેમના બધા કામો અને શૂટિંગને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.
જ્યાં સુધી અમિતાભ બચ્ચન પૂરી રીતે સારા થઈ જતા નથી, ત્યાં સુધી ફિલ્મ કે શૂટિંગ સાથે સંબંધિત કોઈ કામ કરવામાં નહીં આવે. અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેઓ હાલમાં પોતાના ઘર ‘જલસા’માં આરામ કરી રહ્યા છે. જો કે, જરૂરી એક્ટિવિટીઝ માટે તેઓ થોડા ઘણા મૂવ કરી લે છે, પરંતુ તેમના માટે એ સરળ નથી કેમ કે અમિતાભ બચ્ચન એક એવા કલાકાર છે જેઓ પોતાના ફેન્સ સાથે જોડાઈને રહેવાનું પસંદ કરે છે.
તેઓ દર અઠવાડિયે જલસા બહાર પોતાના ફેન્સને મળે છે, પરંતુ ઇજા થવાના કારણે અમિતાભ બચ્ચન આ વખત પોતાના ફેન્સને નહીં મળી શકે. અમિતાભ બચ્ચને વિનંતી કરી છે કે તેઓ જલસા બહાર તેમને મળવા ન આવે કેમ કે તેઓ મળવાની કન્ડિશનમાં નથી. અમિતાભને ઇજા લાગવાના સમાચારે તમામ ફેન્સને નિરાશ કરી દીધા છે. અમિતાભના બધા ફેન્સ ખૂબ દુઃખી છે. દરેક તેઓ જલદી સારા થાય તેવી દુવાઓ કરી રહ્યા છે. અમે પણ એ દુવા કરીએ છીએ કે ફેન્સના દિલો પર રાજ કરનારા અમિતાભ બચ્ચન જલદી સ્વસ્થ થઈ જાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp