શૂટિંગ પર જવાનું મોડું થતા બીગ બી અજાણ્યા બાઇક સવારની ગાડી પર બેસી ગયા પણ...

PC: navbharattimes.indiatimes.com

મુંબઈ જેવા મેટ્રોપોલિટન શહેરોમાં ટ્રાફિક જામના કારણે લોકોનું જીવન વધુ મુશ્કેલ બનતું હોય છે અને બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ આ સમસ્યાથી અળગા રહ્યા નથી તેઓ પણ ખૂબ પરેશાન થયા છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક જામથી બચવા માટે, તેમને એક વિચાર આવ્યો અને તેમણે એક અજાણ્યા વ્યક્તિ પાસે લિફ્ટ માંગી અને તેની રોયલ એનફિલ્ડ બાઇક પર પાછળ બેસીને ફિલ્મના શૂટિંગ માટે પહોંચી ગયા.

ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, જ્યારે લોકો ખરાબ રીતે વાહન ચલાવે છે, ત્યારે તેમને ગુસ્સો આવે છે. તેમણે અજાણી વ્યક્તિનો આભાર પણ માન્યો અને કહ્યું કે, બાઇકની આ સવારીએ તેમને તેમના કોલેજના દિવસોની યાદ અપાવી દીધી. 

80 વર્ષીય અમિતાભ બચ્ચન હાલમાં મુંબઈમાં તેમની આગામી ફિલ્મ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક જામથી બચવા અને વિલંબ કર્યા વિના શૂટિંગ સ્થળ પર પહોંચવા માટે, તેમણે એક અજાણી વ્યક્તિ પાસેથી લિફ્ટ માંગી અને પછી બાઇક દ્વારા જ લોકેશન પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, તેને કામ પર લઈ જનાર વ્યક્તિને તેઓ ઓળખતા નથી. ફોટો શેર કરીને તેણે રમુજી રીતે લખ્યું, 'રાઇડ માટે આભાર મિત્ર. હું તમને ઓળખતો નથી, પણ તમે મને લિફ્ટ આપી અને સમયસર મારા સ્થાને પહોંચાડી દીધો. મને ટ્રાફિક જામમાંથી બચાવવા બદલ આભાર.' 

 
 
 
View this post on Instagram

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બાઇક રાઇડિંગે અમિતાભ બચ્ચનને તેમના જૂના દિવસો યાદ કરાવી દીધી હતી, જ્યારે તેઓ તેમના કોલેજના દિવસો અને પિકનિક પર જવા માટે બાઇકની મદદ લેતા હતા. પોતાના બ્લોગ પર તસવીરો શેર કરતા બિગ બીએ લખ્યું કે, ક્યારેક-ક્યારેક ગાડીને કામ પર લઈ જવાની ઈચ્છા હોય છે, પરંતુ લોકો જે રીતે અને જે પ્રકારે વાહન ચલાવે છે, તે ચિંતાનો વિષય છે. જેમને ડ્રાઇવિંગનું બેઝિક નોલેજ પણ નથી, તેઓને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ મળી જાય છે, એ સમજાતું નથી. ઘણા લોકો ન તો હેલ્મેટ પહેરતા હોય છે અને ન તો નિયમો કે ટ્રાફિક સિગ્નલનું પાલન કરતા હોય છે.

આ બધું જોઈને તે ઘણીવાર ગુસ્સો આવી જાય છે અને કારમાંથી ઉતરીને તેમને સમજાવવાનું મન થાય છે. જો કે, અહીં એક વાત તો અમિતાભ બચ્ચનની વિરુદ્ધ જાય છે, તે એ છે કે, જે બાઇક પર તેમણે લિફ્ટ લીધી હતી, તેના ડ્રાઇવર કે બિગ બીએ, બંનેમાંથી કોઈએ પણ હેલ્મેટ પહેર્યું ન હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp