અમિતાભને પણ લાગે છે ઇનકમ ટેક્સવાળાઓથી ડર, કન્ટેસ્ટેન્ટને બોલ્યા- પછી આપણી...

PC: indianexpress.com

બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચન ફરી એક વખત નાના પડદા પર ક્વિઝ શૉ 'કૌન બનેગા કરોડપતિ' સાથે આવ્યા છે. કૌન બનેગા કરોડ પતિ 15ના 3 એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે અને ત્રીજા એપિસોડમાં કન્ટેસટેન્ટ કપિલ દેવ, હોટ સીટ પર બેઠા નજરે પડ્યા. આ દરમિયાન અમિતાભે જ્યાં તેમની સાથે સવાલ જવાબનો સિલસિલો ચાલુ કર્યો તો તેમણે જણાવ્યું કે, તેમને ઇનકમ ટેક્સવાળાઓથી ડર લાગે છે. શૉના એપિસોડ 3માં વાતચીત દરમિયાન કપિલ દેવે જણાવ્યું કે, તેણે ઇનકમ ટેક્સ ઓફિસર બનવું છે.

તેના પર અમિતાભ બચ્ચન તેને તેના માટે શુભેચ્છા આપે છે અને પછી કહે છે કે તારી પરીક્ષા પૂરી થાય, તું પાસ થઈ જા, ઇનકમ ટેક્સ અધિકારી બની જા અને અમારી સાથે તારો ક્યારેય સંપર્ક ન થાય. ખૂબ ડર લાગે છે ઇનકમ ટેક્સવાળાઓથી. અમિતાભ બચ્ચનની આ વાત સાંભળીને દર્શકો તાળી વગાડતા હસવા લાગે છે. 80 વર્ષીય અમિતાભ અત્યારે પણ સિનેમા વર્લ્ડમાં ખૂબ એક્ટિવ છે. હાલમાં જ થોડા દિવસો અગાઉ જ્યાં ઘણી મોટી ફિલ્મોનો હિસ્સો રહી ચૂક્યા છે.

આગામી સમયમાં પણ આ સિલસિલો ચાલુ રહેશે. અમિતાભ બચ્ચનના અપકમિંગ પ્રોજેક્ટમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ સાથે ‘કલ્કિ 2898 AD’ અને ‘ટાઈગર શ્રોફ અભિનીત ‘ગણપત’ સામેલ છે. તેઓ ‘ઘૂમર’માં પણ કેમિયો કરતા નજરે પડશે. ફિલ્મ ‘ઘૂમર’ની ટ્રેલર થોડા દિવસ અગાઉ જ રીલીઝ કરવામાં આવ્યું હતું. તેના પર મિતાભ બચ્ચને પણ પોતાનું રીએક્શન આપ્યું અહતું. તેનો ઉલ્લેખ એક્ટરે પોતાના બ્લોગમાં કર્યો છે. અમિતાભે પોતાના બ્લોગમાં દીકરાની ફિલ્મનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, ‘મેં ઘૂમરને બેક ટૂ બેક બે વખત જોઈ.

રવિવારે બપોરે અને પછી રાત્રે. તે અવિશ્વસનીય હતી અને જ્યારે પોતાનું સંતાન તેનો હિસ્સો હોય તો તમે જરાય નજરો હટાવી શકતા નથી. તેને જોયા બાદ હું પોતાના વિચારો તમારી સાથે શેર કરી શકતો નથી. મારી આંખો છલકાઈ પડી છે.’  ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આ ફિલ્મને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન 2023માં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ફિલ્મમાં અભિષેક બચ્ચન સિવાય શબાના આજમી અને અંગદ બેદી પણ છે. ફિલ્મ 18 ઑગસ્ટે સિનેમાઘરોમાં રીલિઝ થશે. તેમાં અભિષેક એક કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp