હવે કંગના રણૌતે અમિતાભ માટે પણ ન કહેવાનું કહી દીધું

PC: bollywoodlife.com

વિવાદિત નિવેદનો માટે જાણીતી બોલિવુડ અભિનેત્રીએ હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફ સામે નિશાન સાધ્યું છે. કંગના અમિતાભ અને ટાઇગર શ્રોફ સામે એટલા માટે નારાજ થઇ છે, કારણકે કંગનાની ફિલ્મ ‘ઇમરજન્સી’ જે દિવસે રીલિઝ થવાની છે એ જ દિવસે અમિતાભ અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’ની પણ રીલિઝ ડેટ જાહેર થઇ છે.

તાજેતરમાં ગણપત ફિલ્મની ટીઝર સામે આવ્યું એ પછી કંગનાએ પોતાનો ઉભરો ઠાલવ્યો છે. કંગનાએ કહ્યું કે, તે પોતાની ફિલ્મ 20 ઓકટોબરે રીલિઝ કરવા માંગતી હતી, પરંતુ બોલિવુડ માફિયા જબરદસ્તી મારી ફિલ્મ સાથે ક્લેશ કરવાની કોશિશમાં જોડાયેલા છે.

કંગનાએ હાલમાં જ કેટલીક ટ્વિટ કરી છે, જેમાં તેનો ગુસ્સો અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગણપત'ના મેકર્સ પર ફાટી નીકળ્યો છે. પોતાના ટ્વીટ દ્વારા કંગનાએ આખી સીરિઝ પોસ્ટ કરી છે જેમાં તેણે અનેક આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે કંગનાની ફિલ્મની રિલીઝ ડેટ જોયા બાદ જ 'ગણપત'ની રિલીઝ ડેટ 20 ઓક્ટોબર રાખવાનું પુરુ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સાથે જ કંગનાએ આરોપ લગાવ્યો છે કે સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ઘણી એવી તારીખો છે જેમાં તેમની ફિલ્મ રીલિઝ થઇ શકે તેમ હતી. પરંતુ  ઇમરજન્સી રીલિઝ થવાની છે એ જ દિવસે તેમની ફિલ્મ રજૂ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

એક અન્ય ટ્વીટમાં કંગનાએ લખ્યું છે કે, જ્યારે મેં મારી પોતાની ફિલ્મ ઇમરજન્સીની રીલિઝ માટે તારીખ નક્કી કરવા માટે મન બનાવ્યું તો મેં જોયું હતું કે આ કેલેન્ડર યરમાં ફિલ્મ રીલિઝ માટે ઘણી ડેટ ખાલી છે. એ પછી મેં 20 ઓકટોબરે ઇમરજન્સી ફિલ્મ રીલિઝ કરવા માટે પસંદ કરી હતી. એક સપ્તાહની અંદર T-સીરિઝના માલિક ભૂષણ કુમારે જાહેરાત કરી કે તેમની ફિલ્મ 20 ઓકટોબરે રીલિઝ થશે. જ્યારે સપ્ટેમ્બર, નવેમ્બર, ડિસેમ્બરના મહિનામાં અનેક તારીખો ખાલી હતી તે દિવસે ભૂષણ કુમાર ફિલ્મ રીલિઝ કરી શકે તેમ હતા. કંગનાએ આગળ લખ્યું કે, આજે જોયું કે અમિતાભ બચ્ચન અને ટાઇગર શ્રોફે પણ તેમની ફિલ્મની રીલિઝ ડેટ 20 ઓકટોબર જ રાખી છે. લાગે છે કે બોલિવુડ માફિયા ગેંગ્સમાં પેનિક મીટિંગ થઇ રહી છે.

કંગના રનૌતની ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઇ રહી છે. કંગનાએ આ ફિલ્મમાં ઇંદિરા ગાંધીનું પાત્ર ભજવ્યું છે. કંગનાનું માનવું છે કે બોલિવુડ માફિયા તેની રીલિઝ તારીખ સાથે કલેશ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp