અમિતાભ બચ્ચન એવું શું બોલ્યા કે દુકાનદારો નારાજ થયા, ફરિયાદ નોંધાઈ, 10 લાખ...

એક જાહેરાતની અંદર આ લાઇન 'દુકાનમાં આ વસ્તુ નહીં મળી શકે...' કહેવું અમિતાભ બચ્ચન માટે મોંઘુ સાબિત થયું છે. તેની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તેમણે લોકોની સામે ખોટું બોલ્યું છે અને તેમની વચ્ચે ભ્રમ ફેલાવ્યો છે. આ જાહેરાતની ભારે ટીકા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે શું છે સમગ્ર મામલો?

હકીકતમાં, E-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટનું બિગ બિલિયન સેલ શરૂ થવા જઈ રહ્યું છે. જેના કારણે કંપનીની ઘણી જાહેરાતો વાયરલ થઈ રહી છે. આ દરમિયાન, કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનની એક એડ પણ જોવા મળી હતી, જેમાં તેઓ કંપનીની ઑફર્સ વિશે વાત કરતા જોવા મળે છે. પરંતુ તેમના દ્વારા કહેવામાં આવેલા એક વાક્યએ બધાને નારાજ કરી દીધા છે. બિગ Bએ જાહેરાતમાં કહ્યું છે કે, 'દુકાનમાં આ વસ્તુ નહીં મળી શકે...' આ બાબતે, CAIT (Confederation of All India Traders)એ કંપની અને અભિનેતા વિરુદ્ધ CCPA (સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી)માં ખોટા દાવા કરવાનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરી છે.

CAITએ આ જાહેરાતને દેશના નાના વેપારીઓ વિરુદ્ધ ગણાવી છે. તેમજ જાહેરાત પાછી ખેંચવાની માંગ કરી હતી. એવું કહેવામાં આવ્યું છે કે, આ જાહેરાત દ્વારા કંપની અને અભિનેતા બંનેએ ઑફલાઇન દુકાનદારોને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આમપ્રજામાં અસમંજસનો માહોલ સર્જાયો છે. ફરિયાદકર્તાઓએ ગ્રાહક સુરક્ષા કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ખોટી અથવા ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે ફ્લિપકાર્ટ પર સજા અને બિગ B પર 10 લાખ રૂપિયાનો દંડ લાદવાની પણ માંગ કરી છે. ફ્લિપકાર્ટે આ મામલે મોકલેલા મેલનો જવાબ આપ્યો નથી. હજુ સુધી અમિતાભનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.

CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે CCPAમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, કલમ 2(47) હેઠળની વ્યાખ્યા મુજબ, ફ્લિપકાર્ટે અમિતાભ બચ્ચન દ્વારા મોબાઈલની કિંમત વિશે લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આ જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે, ફ્લિપકાર્ટ મોબાઈલ પર જે કિંમત પર ઉપલબ્ધ કરાવી શકાય તે કિંમત કોઈપણ ઑફલાઈન વેપારી આપી શકશે નહીં. જેના કારણે તે દુકાનદારોની કમાણી પર અસર થશે. ફ્લિપકાર્ટ પોતે પૈસા કમાવવા માટે તેમની સાથે ખોટું કરી રહ્યું છે. ઓફલાઈન શોપ પર પણ અનેક પ્રકારની ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લિપકાર્ટે આ જાહેરાતને યુટ્યુબ પરથી ખાનગી બનાવી દીધી છે. આ જાહેરાત હવે દેખાતી નથી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.