
'અનુપમા' સીરિયલમાં 'નંદિની'ની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ અનઘા અરવિંદ ભોંસલેએ શૉ છોડતા જ ટી.વી.ની દુનિયાને હંમેશાં અલવિદા કહી દીધી હતી. અનઘાએ આ નિર્ણય લઈને ફેન્સને ચોંકાવી દીધા હતા સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ ક ર હતી. આ દરમિયાન એક્ટ્રેસે હવે 23 વર્ષની ઉંમરમાં જ જાહોજલાલીથી ભરેલી દુનિયાને અલવિદા કહી દીધી છે અને ભક્તિના માર્ગે ચાલી પડી છે. અનઘા છેલ્લી વખત અનુપમા સીરિયલમાં છેલ્લી વખત નજરે પડી હતી.
તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ સમાચારોને સત્તાવાર કર્યા છે. નાનકડી ઉંમરમાં જ એક્ટ્રેસે સારું એવું નામ કમાઈ લીધું હતું. એવામાં અચાનક એક્ટિંગ કરિયરને અલવિદા કહેવું, તેના ફેન્સને શોક આપી ગયું છે. હાલના જ ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તે ખૂબ પહેલાથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ હતી, પરંતુ એક્ટિંગના કારણે પૂરતો સમય આપી શકતી નહોતી. એટલે તેણે એક્ટિંગ છોડી દીધી અને ભક્તિ-ભાવમાં જોડાવાનો નિર્ણય લીધો છે. એક્ટ્રેસે તેનું કારણ પણ બતાવ્યું છે.
અનઘાએ કહ્યું કે, કોઈ હોતું નથી જ્યારે તમે રાત્રે એકલા રડો છો. માત્ર કૃષ્ણ જ હોય છે જે તમારો હાથ જો એક વખત પકડી લીધો તો છોડતા નથી. મમ્મી-પપ્પા પણ થાકીને સૂઈ જાય છે. તમને ખબર નથી કે તમારી જિંદગી કેટલી લાંબી છે, એટલે એવા નિર્ણય જલદી જ લેવા જોઈએ. અનઘાએ કહ્યું કે, બધાને હેરાની જરૂર થઈ હતી, મારા નિર્ણયથી. મને અનુપમા સીરિયલ બાદ એક વધુ શૉની ઓફર આવી હતી, પરંતુ મેં માયાથી ઉપર કૃષ્ણને સિલેક્ટ કર્યા છે. અનઘાએ જણાવ્યું કે, તે અત્યારે સંન્યાસી બની નથી, તે એક કૃષ્ણ ભક્ત છે. તે લગ્ન કરવા માગે છે, પરંતુ માત્ર તેની સાથે જે તેની જેમ જ કૃષ્ણભક્ત હોય.
અનઘાએ ટી.વી. ઇન્ડસ્ટ્રીને છોડતા પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘હરે કૃષ્ણ ફેમિલી. મને ખબર છે કે તમે લોકો મારા પ્રત્યે દયાળુ છો અને શૉ છોડ્યા બાદ કંનર્સ શૉ કરી રહ્યા છે. તમારા બધાનો તેના માટે આભાર. જો તમે નથી જાણતા તો હું તમને કહી દઉં કે મેં સત્તાવાર ફિલ્મ અને ટી.વી. ઇન્ડસ્ટ્રી છોડી દીધી છે. હું તમારા બધા પાસે એવી આશા રાખું છું કે, તમે લોકો મારા આ નિર્ણયનું સન્માન કરશો. મેં આ નિર્ણય ધર્મના માર્ગે ચાલવા માટે લીધો છે. મને ખબર છે કે તમે લોકો પોતાના કર્મ કરતા રહેશો. મને ખબર છે કે, તમે લોકો એ બધી પરિસ્થિતિઓ અને લોકોથી દૂર રહેશો જે ભગવાન કૃષ્ણથી તમને દૂર રાખવાનો પ્રયાસ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp