- Entertainment
- હું તો મારા ખર્ચે યુરોપ ટુરમાં ગઈ હતી પછી DDLJમાં કામ મળ્યુંઃ અનિતા શ્રોફ
હું તો મારા ખર્ચે યુરોપ ટુરમાં ગઈ હતી પછી DDLJમાં કામ મળ્યુંઃ અનિતા શ્રોફ

ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ને મંગળવારે 25 વર્ષ પૂરા થયા છે. ફિલ્મની આ લાંબી અને સફળ યાત્રાને ધ્યાને લઈને સમગ્ર ફિલ્મની ટીમ, ક્રુ મેમ્બર્સ અને કલાકારોએ આ ફિલ્મના પરદે કે પીછે રહેલા કેટલાક મુદ્દાઓ દિલ ખોલીને શેર કર્યા હતા. બોલિવુડની કોસ્ચ્યુમ ડીઝાઈનર અને સ્ટાઈલીસ્ટ અનિતા શ્રોફ અડજાણીયાએ આ ફિલ્મમાં એક નાનકડો રોલ પ્લે કર્યો હતો. જેને લઈને તેણે વાત કરી છે.
કાજોલની ફ્રેન્ડ શ્રીનાના રોલમાં તે આ ફિલ્મમાં જોવા મળી હતી. 25 વર્ષની ફિલ્મની યાત્રાએ એક માઈલસ્ટોન ઊભો કર્યા બાદ તેણે આ ફિલ્મને લઈને એક વીડિયો અને રોલ અંગેની વાત શેર કરી છે. ફિલ્મમાં તે સિમરનની ફ્રેન્ડ છે. જેનું નામ શ્રીના છે. ફિલ્મના એક સીનમાં તે કિંગખાન સાથે ફ્લર્ટ કરતી જોવા મળે છે. યુરોપ ટુર વખતે ક્લબના સીનમાં તેને કેટલાક સીન શાહરૂખ ખાન સાથે કર્યા છે. પોતાને આ રોલી કેવી રીતે મળ્યો એ અંગે વાત કરતા અનિતા શ્રોફ કહે છે કે,એ ફિલ્મ આવી ત્યારે હું કૉલેજમાં હતી. જ્યારે આદિત્ય ચોપરા અને કરણ જૌહરે મને કહ્યું કે, રાજ અને સિમરનની એક કૉલેજ ફ્રેન્ડ તરીકે કામ કરવાનું છે. મારા માટે આ ફિલ્મ ઉદ્યોગને એક નાનકડું ઈન્ટ્રોડક્શન આપવા બરોબર હતું. એ વખતે હું આ ફિલ્મ લાઈન વિશે ખાસ કંઈ જાણતી ન હતી. પણ ફિલ્મની ટીમે મને સહમત કરી અને શ્રીનાનું પાત્ર મળ્યું. હું તો મારા ખર્ચે મારા ખાસ મિત્રો સાથે યુરોપ ટુરમાં ગઈ હતી. અમે ઘણી મસ્તી કરી હતી. જે એક ખૂબ મોટી ડીલ સમાન હતું. કિંગ ખાનના બીજા ચાહકોની જેમ જ્યારે સ્વિત્ઝરલેન્ડના સાનેન નામના એક નાનકડા શહેરમાં જ્યારે શાહરૂખ ખાનને બ્લેક સુટ અને નાનકડી બેગમાં જોયા ત્યારે એવું લાગતું કે તે મારા માટે જ ત્યાં છે. આ એ સીન હતો જ્યારે કિંગખાન અને કાજોલ ટ્રામમાં જવાના હોય છે.
આજે પણ એ સાનેનના એ બ્રીજ પર બ્લેક સુટમાં કિંગ ખાનની સ્ટાઈલને યાદ કરૂ છું. જે રીતે શાહરૂખ એ બ્રીજ પર એક્ટિંગ કરે છે એ જ પોઝ માં ઘણા લોકો ફોટો પડાવે છે. એ વખતે મને પણ એવું જ લાગ્યું કે, તે ત્યાં મારા માટે આ સિન કરી રહ્યા છે. પણ કાજોલ તો કાજોલ છે. એકદમ રીયલ, પ્રેમાળ અને નિખાલસ. જેને ગમે ત્યારે હગ કરી શકાય. અનિતાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, 25 વર્ષ પહેલા ફિલ્મનિર્માણ અત્યાર કરતા ખૂબ જુદો બિઝનેસ હતો. અત્યાર કરતા ઘણી જુદી રીતે આ ફિલ્મો બનતી હતી.આ એવો સમય હતો જ્યારે કોઈ સોશિયલ મીડિયા ન હતું, મોબાઈલ ફોન ન હતા. કોઈ ખાસ મેનેજર પણ ન હતા.ખૂબ જ પેશન માગી લે અને સરળતા માગી લે એવું આ ક્ષેત્ર હતું. અમે મહિનો ત્યાં રહ્યા પણ એવું લાગતું જાણે થોડા સમય માટે આ દુનિયાને ભૂલી ગયા છીએ. અમે આખું યુનિટ સાથે જમતા, મસ્તી કરતા, ગીતના પણ શુટિંગ કરેલા. ખરેખર અમે એક જ પરિવારના લોકો છીએ. જાણે એક ફેમિલી ટુરમાં મળ્યા હોય એમ સ્વિત્ઝરલેન્ડમાં ઘણું હેન્ગ આઉટ કર્યું છે. એકબીજાની મદદ પણ કરી છે.
Related Posts
Top News
જયશંકરના PoKના નિવેદન પર પાકિસ્તાને કહ્યું, 'ભારતે સેનાના બળ પર PoK પર કબજો કર્યો છે'
' સૌને અન્ન... સૌને પોષણ...' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઉમદા સંકલ્પ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થઈ છે બે ICC ફાઇનલ, રેકોર્ડ જાણીને વધી જશે ચિંતા
Opinion
