
બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના છોકરા અનંત અંબાણીએ જ્યારથી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે, ત્યારથી સૌ કોઈ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે લગ્ન પહેલા કપલે ઈશ્વરના આશિર્વાદ લેવા માટે કેરળના ગુરુવાયુર મંદિરના દર્શન કર્યા અને આંધ્ર પ્રદેશના તિરુમલા મંદિરમાં પણ પૂજ-અર્ચના કરી, જ્યાંથી તેમના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
પોતાના લગ્ન પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે લાઈફની નવી શરૂઆત માટે સર્વશક્તિમાન પાસેથી આશિર્વાદ લેવા માટે કેરળના ગુરુવાયુર મંદિરની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રાના ફોટા અને વીડિયોઝ ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. સામે આવેલા ફોટામાં અનંત અને રાધિકા મંદિર પરિસરની અંદર પૂજારીઓના એક સમૂહ સાથે ઊભેલા જોવા મળે છે. આ દરમિયાન જ્યાં અનંત પારંપારિક સફેદ અટાયરમાં હતો તો તેની મંગેતર રાધિકા ગોલ્ડન વર્કવાળા લાલ રંગના સૂટમાં ઘણી સુંદર લાગી રહી હતી.
Anant Ambani, the younger son of Reliance Industries chairman Mukesh Ambani along with fiancé Radhika Merchant offered prayers at the hill shrine of Lord Venkateswara atop Tirumala Hills in Tirupati. #AndhraPradesh pic.twitter.com/q4CIMs0I8p
— Ashish (@KP_Aashish) January 26, 2023
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં પણ પૂજા-અર્ચના કરી હતી. કપલે પહાડી મંદિરમાં દર્શન કરવાની સાથે સાથે વિભિન્ન અનુષ્ઠાનોમાં પણ ભાગ લીધો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અનંત અને રાધિકા ઈશ્વરના આશિર્વાદ લેવા માટે મંદિરમાં પ્રવેશ કરવાની સાથે સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જ્યાં અનંત સફેદ ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહ્યો છે તો રાધિકા પેસ્ટલ રંગના સૂટમાં સિમ્પલ લૂકમાં ઘણી જ સુંદર લાગી રહી છે.
વીડિયોની સાથે ટ્વિટમાં લખ્યું છે- રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ પોતાની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે તિરુપતિમાં તિરુમાલા હિલ્સની ઉપર ભગવાન વેંકટેશ્વરના પહાડી મંદિરમાં પૂજા કરી. #આંધ્રપ્રદેશ. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ 19 જાન્યુઆરી 2023ના ગુજરાતી પરંપરા અનુસાર સગાઈ કરી હતી. જેની શરૂઆત ગોળધાણા અને ચનુરી વિધિથી કરી હતી.
જેના પછી બંનેએ પોતાના નજીકના મિત્રો અને પરિવારના લોકોની ઉપસ્થિતિમાં વીંટી એકબીજાને પહેરાવી હતી. બંનેના સગાઈનું આયોજન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયામાં કરવામાં આવ્યું હતું. સગાઈ પહેલા 29 ડિસેમ્બરના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે શ્રીનાથજી મંદિરમાં રોકા કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર પરિવારના લોકો જ સામેલ થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp