'ગદર-2'ને ઓસ્કરમાં મોકલવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, આ ફિલ્મ ડિઝર્વ કરે છે

PC: ottplay.com

ગદર-2 ફિલ્મે દેશમાં ઘણી કમાણી કરી. પણ અમુક તબકાના લોકોને આ ફિલ્મ જરા પણ પસંદ આવી નથી. ફિલ્મની પોલિટિક્સ ભલે કેવી પણ હોય, જોકે એ વાત નકારી ન શકાય કે ભારતના લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી. ફિલ્મના નિર્માતા અનિલ શર્મા હવે મોટો પ્લાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે આ ફિલ્મને ઓસ્કર એવોર્ડ્સમાં મોકલવાની કોશિશ કરશે.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે થયેલી વાતચીતમાં અનિલ શર્માએ કહ્યું કે, લોકો તેમને સતત ફોન કરી રહ્યા છે અને ફિલ્મને ઓસ્કરમાં મોકલવાની વાત કરી રહ્યા છે. લોકોની વાત અલગ છે. પણ શું ખરેખર તે આ ફિલ્મને ઓસ્કરમાં મોકલવાના છે. આ સવાલ પર અનિલ શર્માએ કહ્યું કે, ગદર-એક પ્રેમકથા ઓસ્કર્સમાં જઇ શકી નહોતી. એટલે મને નથી ખબર કે ગદર-2 કઇ રીતે જશે. પણ અમે કોશિશ કરી રહ્યા છે. આ ફિલ્મ ડિઝર્વ કરે છે. ફિલ્મની પહેલી સિક્વલ પણ ડિસર્વ કરતી હતી. ગદર વર્ષ 1947ના વિભાજન પર આધારિત હતી. અમે તે ફિલ્મની સ્ટોરીને અલગ રીતે મોટા પરદા પર દર્શાવી હતી. ગદર-2 પણ નવી અને ઓરિજનલ સ્ટોરી છે.

ફિલ્મના ડિરેક્ટરના મતે તે આટલા વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. છતાં તેમને એવોર્ડ્સ મળ્યા નથી. તેમનું કહેવું છે કે, એવું લાગે છે કે મેં કોઇ કામ જ નથી કર્યું. મને નથી ખબર કે એવોર્ડ્સ પેનલમાં કોણ બેસે છે પણ તેઓ અમને એવોર્ડ્સ જ નથી આપતા. મને યાદ છે કે, ધરમજીએ એકવાર કહ્યું હતું કે, તેઓ એવોર્ડ્સ શો માટે નવા સૂટ પહેરતા હતા, એ આશા સાથે કે તેમને એવોર્ડ્સ મળશે. પણ તેમને ક્યારેય એવોર્ડ્સ મળ્યા નહોતા. તેઓ કહેતા કે, મને લાગે છે કે હું આ ઈન્ડસ્ટ્રીનો ભાગ જ નથી. અમારી સાથે પણ આવું જ થયું છે.

અનિલ શર્માએ કહ્યું કે, મને ખબર પડી છે કે એવોર્ડ્સ શોમાં લોબિઈંગ અને PRની જરૂર પડે છે. હું કોઇ પોલિટિકલ વ્યક્તિ નથી. માટે મેં ક્યારેય એવોર્ડ્સ માટે લોબિઇંગ કરી નથી. હું પાછલા 40 વર્ષોથી ફિલ્મો બનાવી રહ્યો છું. તે પછી સારી હોય કે ખરાબ. પણ તે દિલથી ફિલ્મો બનાવે છે. મને ખુશી થાય છે જ્યારે દર્શકો મારી ફિલ્મ પર પ્રેમ વર્ષાવે છે.

ગદર-2ને ભલે ક્રિટિક્સ તરફથી સારા રિવ્યૂ ન મળ્યા હોય. પણ દર્શકોનો પ્રેમ ભારે માત્રામાં મળ્યો છે. પઠાણ ફિલ્મ બાદ 2023માં ગદર-2 સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. અનિલ શર્મા હવે બે નવી ફિલ્મો પર કામ શરૂ કરવાના છે. પહેલી ફિલ્મ તે નાના પાટેકર અને ઉત્કરષ શર્માને લઇ બનાવવાના છે. તો બીજી ફિલ્મ છે અપને-2. આ ફિલ્મમાં તે ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરન દેઓલને સાથે લાવવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp