અમેરિકામાં આવું કરનાર એકમાત્ર ભારતીય અભિનેતા શાહરૂખનો વધુ એક રેકોર્ડ

PC: hindi.news18.com

શાહરૂખ ખાનનિ ફિલ્મ જવાન રોજ નવો રેકોર્ડ બનાવે છે. અત્યાર સુધીમાં તેણે દુનિયાભરમાંથી 725 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ભારતમાં 400 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લીધો છે. ફિલ્મ જવાન ઉત્તર અમેરિકામાં પણ સારી કમાણી કરી રહી છે. આ કમાણીના કારણે શાહરૂખ ખાને ત્યાં એક રેકોર્ડ બનાવ્યો છે. આ મુજબ શાહરૂખ ભારતમાં આવું કરનાર એકમાત્ર અભિનેતા બની ગયો છે. એવું તો તેમણે શું કર્યું? ચાલો તમને બતાવીએ...

શાહરૂખની 'પઠાણ'એ જે પ્રકારની કમાણી કરી હતી. એ જ રીતે 'જવાન' પણ પૈસાની જબરજસ્ત કમાણી કરી રહી છે. માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ, 'જવાન' તેના બીજા શુક્રવારે એટલે કે નવમા દિવસે નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર 10 મિલિયન ડૉલરનો આંકડો પાર કરશે. 10 મિલિયન ડૉલર ભારતીય રૂપિયામાં 83 કરોડ થાય છે. એટલે કે અમેરિકન બોક્સ ઓફિસ પર ફિલ્મ 9 દિવસમાં 83 કરોડ રૂપિયાની કમાણી કરશે. અમે કમાણી કરશે એમ એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે સમાચાર લખાયા ત્યાં સુધી શુક્રવારના આંકડા આવ્યા ન હતા. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ અનુસાર, 8 દિવસમાં આ આંકડો 9.7 મિલિયન ડૉલર એટલે કે 80 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે માત્ર એક જ દિવસમાં માત્ર 3 કરોડ રૂપિયાની કમાણી કરવાની હતી, જે કદાચ તેણે કમાણી કરી પણ લીધી હશે. જો કે, અંદાજ મુજબ શુક્રવાર સુધીમાં ફિલ્મે 10.34 મિલિયન ડૉલરની કમાણી કરી લીધી છે.

શાહરૂખની બીજી ફિલ્મ 'પઠાણ'એ પણ ઉત્તર અમેરિકામાં 10 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી. તેનું કુલ કલેક્શન 17.25 મિલિયન ડૉલર એટલે કે 143 કરોડ રૂપિયા હતું. કહેવાનો મતલબ કે, શાહરૂખની બે ફિલ્મો 'પઠાણ' અને 'જવાન'એ 10 મિલિયન ડોલરનો આંકડો સ્પર્શ કર્યો હતો. આવું કરનાર શાહરૂખ એકમાત્ર ભારતીય અભિનેતા છે. આ પહેલા ઉત્તર અમેરિકામાં કોઈ અભિનેતાની બે ફિલ્મોએ આટલી કમાણી કરી નથી.

હાલમાં શાહરૂખ ખાનની ફિલ્મે પ્રથમ 9 દિવસમાં કુલ 409 કરોડ રૂપિયાની આસપાસનું કલેક્શન કર્યું છે. ફિલ્મે નવમા દિવસે 11 ટકાના ઘટાડા સાથે 19.1 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હિન્દીમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 366 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમિલ વર્ઝન 24.27 કરોડ અને તેલુગુ વર્ઝનએ 18.63 કરોડની કમાણી કરી છે.

ભારતમાં 9 દિવસનું નેટ કલેક્શન: હિન્દી: 366.08 કરોડ, તમિલ: 24.27 કરોડ, તેલુગુ: 18.63 કરોડ, કુલ સ્થાનિક કલેક્શન (નેટ): 408.98 કરોડ.

જવાને દુનિયાભરમાંથી કુલ 725 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શાહરૂખની ફિલ્મ 'પઠાણ'એ હજાર કરોડનો આંકડો પાર કર્યો હતો. જે ઝડપે 'જવાન' કમાણી કરી રહ્યું છે તે મુજબ તે આ આંકડાની પાસે પણ જલ્દી પહોંચી જશે.

કુલ ડોમેસ્ટિક કલેક્શન (ગ્રોસ): 491.9 કરોડ, કુલ ઓવરસીઝ કલેક્શન (ગ્રોસ): 233.1 કરોડ, કુલ વર્લ્ડવાઈડ કલેક્શન (ગ્રોસ): 725 કરોડ.

નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયમણિ, સુનીલ ગ્રોવર, રિદ્ધિ ડોગરા અને દીપિકા પાદુકોણ જેવા કલાકારોએ 'જવાન'માં શાહરૂખ ખાન સાથે કામ કર્યું છે. 'જવાન'નું દિગ્દર્શન એટલીએ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp