આ અભિનેત્રીએ છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, બોલી-ઇસ્લામના માર્ગે ચાલીશ

PC: facebook.com/officialAnumFayyaz

ભારત અને પાકિસ્તાનમાં કેટલીક ફિલ્મી હસ્તીઓ છે જેમણે શૉબિઝને ઇસ્લામ માટે અલવિદા કહી દીધા છે. હાલમાં જ પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અનમ ફૈયાઝે ઇસ્લામ માટે શોબિઝ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે. અનમ ફૈયાઝ જેણે ઘણા પ્રખ્યાત નાટકોમાં એક્ટિંગનો સાર દેખાડ્યો છે, તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શૉબિઝ ઇન્ડસ્ટ્રીથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે.

તેણે પોતાના ઇન્સ્ટાગ્રામમાં લખ્યું કે, ‘આ સંદેશ લખવાનો ખૂબ મુશ્કેલ છે, તમે બધાએ મારા મીડિયા કરિયરમાં મારો સાથ આપ્યો, પરંતુ હવે મેં શોબિઝ ઇન્ડસ્ટ્રી છોડવા અને ઇસ્લામ મુજબ જીવવાનો નિર્ણય લીધો છે.’ અનમ ફૈયાઝે ફેન્સની વિનંતી છે કે તે પોતાની દુવાઓમાં યાદ રાખે. એ સિવાય તેણે એમ પણ લખ્યું કે, તમારા ક્યારેય ન સમાપ્ત થયા પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ ખૂબ આભાર.’ અનમ ફૈયાઝની પોસ્ટ પર લોકો કમેન્ટ્સ કરીન વખાણ કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે આ ખૂબ મોટો નિર્ણય છે, જેને અનમે ખૂબ બહાદુરીથી લીધો છે. અનમ ફૈયાઝની નવી શરૂઆત માટે લોકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અનમ ફૈયાઝ લાંબા સમયથી એક્ટિંગ કરતી નજરે પડી રહી નહોતી.

તો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં તે હિજાબમાં નજરે પડી રહી હતી, અનમ ફૈયાઝે વર્ષ 2016માં અસદ અનવર સાથે લગ્ન કર્યા હતા, આ કપલનો એક દીકરો પણ છે. અનમ ફૈયાઝે અને અસદ અનવરના લગ્ન મુક્કા મુકર્રમામાં થયા હતા.

કોણ છે અનમ ફૈયાઝ?

અનમ ફૈયાઝ પાકિસ્તાની ટી.વી, એક્ટ્રેસ અને મોડલ છે. તે 11-12 વર્ષોથી શૉબિઝ વર્લ્ડમાં એક્ટિવ રહી. જો કે હવે તેણે શોબિઝ છોડવાની જાહેરાત કરી છે. અનમ ફૈયાઝ ઘણી ડ્રામા સીરિયલ્સમાં પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલ જીતી ચૂકી છે. તેના કામની વાત કરીએ તો તેણે પાકિસ્તાની ડ્રામા ઇન્ડસ્ટ્રીના ઘણા મહત્ત્વના ડ્રામામાં કામ કર્યું છે. તેણે ‘અહમદ હબીબ કી બેટીયા’, ‘મેરી મા’, ‘ઈશ્ક ઈબાદત’ અને ‘પરવરિશ’ જેવા ડ્રામામાં કામ કર્યું છે.

અનમ ફૈયાઝ 31 વર્ષની છે. તેનો જન્મ 25 ડિસેમ્બર 1991ના રોજ થયો હતો. વર્ષ 2016માં અનમ ફૈયાઝે અસદ અનવર સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બોલિવુડથી પણ સના ખાને ઇસ્લામ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. તેના આ પગલાં પર તેને કેટલીક જગ્યાએ નિશાનો બનાવવામાં આવી, તો કેટલીક જગ્યાએ વખાણ પણ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp