બેસ્ટ એક્ટર એવોર્ડ ન મળવા પર તૂટ્યૂ અનુપમ ખેરનું દિલ, કહી આ વાત

PC: telegraph.com

નેશનલ ફિલ્મ એવોર્ડ 2023 વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં આલિયા ભટ્ટ અને ક્રિતી સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો તો આલ્લૂ અર્જુનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. આર માધવનની ફિલ્મ રોકેટ્રીને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જોકે, આને લઇ અભિનેતા અનુપમ ખેર ખૂબ જ નિરાશ છે.

અનુપમ ખેરે કહ્યું કે, આટલી મેહનત છતાં તેણે એ ન મળ્યું જેનો તે હકદાર હતો. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં ખેર લીડ રોલમાં જોવા મળ્યો હતો. તેણે ફિલ્મમાં સારો અભિનય કર્યો હતો. આ ફિલ્મ માટે પલ્લવી જોશીને એવોર્ડ મળી ગયો પણ અનુપમ ખેરનું સપનુ અધૂરુ રહી ગયું.

એક ઈન્ટરવ્યૂમાં અનુપમે ફિલ્મના નેશનલ એવોર્ડ જીતવાની ખુશી જાહેર કરી. સાથે જ પોતાના પ્રદર્શન માટે એવોર્ડ ન મળવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું. તેણે કહ્યું કે, અમને નેશનલ એવોર્ડ મળવાની ઘણી આશા હતી. કારણ કે જ્યારે તમે તમારું બેસ્ટ કામ કરો છો તો આવી આશા રાખો છો. મને મારી એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ જીતવો સારો લાગતો કારણ કે આ ખરેખર મારું બેસ્ટ કામ હતું.

આ પહેલા અનુપમ ખેરે એક ટ્વીટ પણ કરી હતી. ફિલ્મને લઇ અભિનેતાએ લખ્યું કે, ખૂબ જ ખુશી અને ગર્વની વાત છે કે ધ કશ્મીર ફાઇલ્સને નેશનલ એવોર્ડ જીત્યો. ફિલ્મને રાષ્ટ્રીય એકતા પર બેસ્ટ ફીચર ફિલ્મ માટે નરગિસ દત્ત એવોર્ડ મળ્યો. એક અભિનેતા જ નહીં બલ્કે ફિલ્મના પ્રોડ્યુસર તરીકે પણ મને આ ફિલ્મને મળેલી માન્યતાથી ખુશી છે. મને વધારે ખુશી ત્યારે થાત જ્યારે મને અભિનય માટે પણ એવોર્ડ મળત. પણ આ ઈચ્છાઓ પૂરી થઇ જાય તો કામ કરવાનો ઉત્સાહ અને મજા આવી જાય. ચાલો કઇ નહીં બીજી વાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp