26th January selfie contest

PM મોદીની સલાહ પર અનુરાગ કશ્યપે કહ્યું- આ વાત 4 વર્ષ પહેલા કીધી હોત તો..

PC: englishtribune.com

ડાયરેક્ટર અનુરાગ કશ્યપને પોતાની બેબાકી માટે ઓળખવામાં આવે છે. અનુરાગ શરૂઆતથી જ પોતાની વાતને ખુલીને કહેનારા લોકોમાંથી એક રહ્યો છે. અનુરાગ કશ્યપ શરૂથી જ સેન્સરશીપ અને બોયકોટ બ્રિગેડથી લડતો રહ્યો છે. આજકલ ડિરેક્ટર પોતાની નવી ફિલ્મ 'ઓલ્મોસ્ટ પ્યાર વિધ ડીજે મોહબ્બત'નું પ્રમોશન કરી રહ્યો છે. આ વચ્ચે અનુરાગ કશ્યપને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ગુરુવારે અનુરાગ પોતાની ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યો હતો. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ કહ્યું કે કોઈ પણ નેતા ઉઠીને કોઈ પણ ફિલ્મ અંગે બોલવા લાગે છે અને આખો દિવસ ટીવી પર તે જ ચાલે છે. તો લોકોએ આવી કોમેન્ટ કરવાથી બચવું જોઈએ.

તેવામાં તમે શું કહેવા ઈચ્છો છો. તમને શું લાગે છે કે બોલિવુડને બોયકોટ કરનારાની અસર ઓછી થશે. લોકો તેમને મેસેજને ગંભીરતાથી લેશે કારણ કે આ પહેલા આટલા મોટા કોઈ નેતાએ આવું કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

અનુરાગ કશ્યપે આ સવાલના જવાબમાં કહ્યું, આ તે ચાર વર્ષ પહેલા કહેતે તો મને લાગે છે કે અસર થતે. હવે મને નથી લાગતું કે આ વાતની કોઈ અસર થશે. હવે વસ્તુઓ હાથમાંથી વધારે આગળ નીકળી ગઈ છે. મતલ એ નથી કે હજુ પણ કોઈ નહીં સાંભળે. જ્યારે તમે પક્ષપાત અને નફરતને પોતાની ચુપ્પીથી સશક્ત કરો છો તો હવે તે એટલી સશક્ત થઈ ગઈ છે કે મોબ બહાર નીકળી ગયો છે. બોલિવુડમાં બોયકોટનો ટ્રેન્ડ ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાન અને સલમાન ખાન સિવાય આમીર ખાન અને અક્ષય કુમાર પણ આ ટ્રેન્ડનો શિકાર થઈ ગયા છે.

બોલિવુડના બીજા ઘણા સિતારાઓએ આ ટ્રેન્ડના લીધે નુકસાન ઉઠાવવું પડ્યું છે. એટલું જ નહીં તેમની પર અલગ અલગ આરોપ પણ સોશિયલ મીડિયા યુઝર્સ લગાવે છે. અનુરાગ કશ્યપની વાત કરીએ તો તે પહેલા પણ રાજકીય અને બોલિવુડ પર સ્ટેટમેન્ટ આપી ચૂક્યો છે. નરેન્દ્ર મોદીને લઈને પણ ઘણી વાતો તેણે કરી છે કે જેને લઈને વિવાદ થયા છે. ફિલ્મોની વાત કરીએ તો તેણે 'ગેંગ્સ ઓફ વાસેપુર', 'બ્લેક ફ્રાઈડે', 'અગલી', 'દોબારા' સહિત બીજી ઘણી ફિલ્મો બનાવી છે. અનુરાગની નવી ફિલ્મ 'ઓલ્મોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'માં અલાયા એફ કામ કરી રહી છે. આ ફિલ્મ 3 ફેબ્રુઆરીના રીલિઝ થવાની છે.

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નું ગીત 'બેશરમ રંગ' પર કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. અસલમાં મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રાએ દીપિકા પાદુકોણની ભગવા બિકીની પર આપત્તિ જતાવી હતી. તેમનું કહેવું છે કે આ લોકોની માનસિકતાને દૂષિત કરે છે. આ સિવાય ફિલ્મમાં કેટલાંક ડાયલોગ્સ છે, જેને તરત હટાવી દેવા જોઈએ. જેના પછી આ કોન્ટ્રોવર્સીમાં વિશ્વ હિંદુ પરિષદ, વીર શિવાજી સમૂહે પણ વિરોધ કરતા પોતાની નારાજગી જતાવી હતી. પછીથી મુસ્લિમ પક્ષ અને RTI એક્ટિવીસ્ટ દાનિશ ખાને પણ આ મામલામાં એન્ટ્રી લીધી હતી. માત્ર એટલું જ નહીં, આ આખો વિવાદ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સુધી પહોંચી ગયો હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp