શા માટે ફ્લોપ થઈ રહી છે બોલિવુડ ફિલ્મો, અનુરાગ કશ્યપે જણાવ્યું કારણ

PC: twitter.com

વર્ષ 2023ને શરૂ થયાને 1 મહિના કરતા વધુ સમય થઈ ગયો છે અને આ વર્ષે હિટ કરતા વધુ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. બીજી તરફ સાઉથની ફિલ્મો બોલિવુડ પર સારી કમાણી કરી રહી છે. એવામાં સાઉથ વર્સીસ બોલિવુડનો મુદ્દો છેલ્લાં કેટલાક દિવસોથી ખૂબ જ ગરમાયો છે. ઘણા સેલેબ્સે તેના પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. હવે અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોલિવુડમાં ફ્લોપ થઈ રહેલી ફિલ્મોનું કારણ જણાવતા ફિલ્મકારો પર તીખો વાર કર્યો છે.

એક ટ્રેલર લોન્ચ પર અનુરાગ કશ્યપે હિંદી ફિલ્મોના ખરાબ બિઝનેસ વિશે વાત કરી છે. અનુરાગ કશ્યપે હિંદી ફિલ્મોના ફ્લોપ થવાનું કારણ આપતા કહ્યું કે, આજકાલ ફિલ્મમેકર દર્શકોને ઈમ્પ્રેસ કરવા માટે પોતાની શૈલીમાંથી બહાર નીકળી રહ્યા છે અને તે મોટાભાગના દર્શકોને સમજમાં નથી આવતું. અનુરાગ કશ્યપે આગળ કહ્યું કે, તામિલ, તેલૂગુ, મલયાલમ ફિલ્મ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે, ભલે તે મેનસ્ટ્રીમ કલ્ચર હોય કે પછી નો-મેનસ્ટ્રીમ હોય. પરંતુ, હિંદી ફિલ્મોની સાથે એવુ નથી.

તેમણે ટોણો મારતા કરતા કહ્યું કે, જો અંગ્રેજી બોલનારા હિંદી ફિલ્મો બનાવશે તો ફિલ્મોની હાલત શું થશે, જે હાલ થઈ રહ્યું છે તેવું થશે. તેના જણાવ્યા અનુસાર, હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે એવા ફિલ્મ મેકર્સ છે, જે હિંદી બોલી પણ નથી શકતા અને તે જ બાબત તેમની ફિલ્મોમાં પણ જોવા મળે છે. આપણે જમીન સાથે જોડાયેલી ફિલ્મો બનાવવાનું ભૂલી ગયા છીએ. જે ‘ગંગુબાઈ’ અને ‘ભૂલ ભૂલૈયા 2’ ચાલી છે તેની સફળતા પાછળનું કારણ એ જ છે કે આ ફિલ્મો જમીન સાથે જોડાયેલી હતી.

આ કોઈ પહેલો અવસર નથી જ્યારે અનુરાગ કશ્યપે વિવાદિત નિવેદન આપ્યું હોય. અનુરાગ કશ્યપ અવારનવાર આવા નિવેદન આપે છે જે આગળ જતા વિવાદનું રૂપ લઈ લે છે. તેની ફિલ્મ ‘દોબારા’ને લઈને આરોપ લાગી રહ્યા છે કે, તે વિદેશી ફિલ્મ ‘મિરાજ’ની રીમેક છે, જેને સ્વીકારવાનો તેણે ઈન્કાર કરી દીધો છે અને જણાવ્યું કે, હું રીમેક ફિલ્મ બનાવવામાં વિશ્વાસ નથી રાખતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp