અનુરાગ કશ્યપે જણાવ્યું ‘ગેંગ્સ ઓફ વાસેપુર 3’ ક્યારે બનાવશે

PC: reetfeed.com

દરેક સફળ ડિરેક્ટરના કરિયરમાં તેની એક ફિલ્મ હોય છે તેની દુશ્મન, તેની સાવકી. એ સિવાય આખી દુનિયાને એ ફિલ્મ સાથે પ્રેમ હોય છે. બધા પૂછી પૂછીને થકાવી દે છે. યાર તમારી આ વાળી ફિલ્મ તો સારી હતી, પરંતુ એવું કંઇક ક્યારે બનાવી રહ્યા છો. આ ફિલ્મ મેકર બિચારા ‘આવું કંઇક’ની છાયાથી બચવા માટે અનેકોને જતા કરે છે. અનુરાગ કશ્યપની આ દુશ્મન છે ‘ગેંગ્સ ઓફ વાસેપુર.’ આ ફિલ્મ જે તેમના ગુરુ માર્ટિન સ્કોરસેજીને પણ પસંદ છે. ડિરેક્ટર્સના હાલથી વાત સીધી અનુરાગ કશ્યપ તરફ કેમ ફરી.

થયું જાણે એમ કે થોડા દિવસ અગાઉ તેઓ એક ન્યૂઝ રૂમમાં પહોંચ્યા હતા. તેમાં એક સવાલ કરવામાં આવ્યો. તે સવાલ જે વર્ષ 2012 બાદથી પિંડ છોડાવવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર 3’ ક્યારે બનાવશો. અનુરાગ કશ્યપે હવે આ સવાલ પર ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે. આ જવાબથી માત્ર વરસાદ પછીનું આકાશ જ હોય છે. અનુરાગ કશ્યપે કહ્યું કે, ‘નહીં આવે, નહીં આવે.’ ફિલ્મ જ્યાં સમાપ્ત થાય છે, ત્યારબાદ કહાનીમાં શક્યતા તો રહે છે.

તેના પર અનુરાગ કશ્યપનું કહેવું હતું કે, મારે વાસેપુર યુનિવર્સ બનવું નથી. બિઝનેસમેન અલગ વિચારે છે, દરેક વસ્તુનું યુનિવર્સ બની રહ્યું છે આજકાલ. મારે કશું જ નથી બનાવવું. મારે પોતાની ફિલ્મ બનાવવાની છે ઘણી બધી, અલગ અલગ ફિલ્મો બનાવવાની છે. ‘ગેંગ્સ ઓફ વાસેપુર 3’ હું એ દિવસે બનાવીશ, જે દિવસે લંગડાઇ રહ્યો હોઇશ. મારી પાસે કોઇ ચારો નહીં બચે. કોઇ કામ કરવાનું નહીં બચે. હું ત્યારે ‘ગેંગ્સ ઓફ વાસેપુર 3’ અનાઉન્સ કરીને ઘણા પૈસા કમાઇશ જેથી મારી સારવાર થઇ શકે.

‘ગેંગ્સ ઓફ વાસેપુર’એ અનુરાગ કશ્યપના કરિયરને ટ્રેક પર લાવી દીધું હતું. પહેલા અને પછીના અધ્યાયોમાં, પરંતુ એક અવસર એવો પણ આવ્યો હતો જ્યારે ફિલ્મની કહાની જ ખોવાઇ ગઇ હતી. લખેલી આખે આખી કહાની ખોવાઇ ગઇ હતી, અનુરાગ કશ્યપે ખૂબ હોબાળો કર્યો. થયું એવું કે મેડ્રિટ (સ્પેન)થી ફ્લાઇટ લઇને લંડન આવી રહ્યા હતા. લેન્ડિંગ બાદ તેની એક બેગ ગાયબ હતી. એ બેગમાં હતી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની સ્ક્રિપ્ટ.

એરોપ્લેનવાળાઓનું કહેવું હતું કે, અમને કોઇ અંદાજો નથી, અનુરાગ બગડ્યો. સ્ક્રિપ્ટની જવાબદારી તો તમારી જ છે. જ્યાં સુધી નહીં મળે, હાલીશ નહીં. એમ કર્યું પણ. આગામી 2-3 દિવસ સુધી એરપોર્ટ પર જ પોતાનો અડ્ડો જમાવી લીધો. ખૂબ હોબાળા બાદ કિંગફિશરવાળઓએ અનુરાગની બેગ કિંગફિશરના માર્ગે મોકલી દીધી, પરંતુ અંતતઃ ક્રિપ્ટ અનુરાગના હાથમાં આવી. ફિલ્મ બની અને આગળ તો ઇતિહાસ છે જ બધા સામે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp