અર્ચના ગૌતમે ફેંક્યુ ગરમ પાણી ભરેલું વાસણ, ગુસ્સે થયો વિકાસ, જુઓ નવો પ્રોમો
બિગ બોસ 16માં સોમવારે કુલ 8 કન્ટેસ્ટન્ટ નોમિનેટ થયા હતા. ઘરમાં આ સમયે 13 સભ્યો છે. નોમિનેશનમાં વિકાસ માનકતલા, પ્રિયંકા ચૌધરી, નિમ્રત કૌર, સુંબુલ તૌકીર ખાન, શાલિન ભનોટ, શ્રીજિતા ડે અને ટીના દત્તા છે. જેના પછી ઘરમાં એક નવા સભ્યની એન્ટ્રી થાય છે. પહેલી વખત ઘરમાં એક પાળતું કૂતરો આવે છે, જેની સાથે ઘરના લોકો મસ્તી કરતા જોવા મળે છે. શોનો એક નવો પ્રોમો આવ્યો છે. જેમાં દેખાય છે કે અર્ચના ગૌતમ અને વિકાસ એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે.
Kitchen mein hui Archana aur Vikkas ke beech garma garmi, literally! 🤯
— ColorsTV (@ColorsTV) December 27, 2022
Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 baje aur Sat-Sun raat 9 baje, sirf #Colors par. Anytime on @justvoot #BB16 #BiggBoss@BeingSalmanKhan #VikkasManaktala #ArchanaGautam @soundarya_20 pic.twitter.com/XHwGR8jKtT
અર્ચના જે લોકોને પોતાની વાતોથી હસાવતી રહે છે તે પંગા લેવામાં પણ પાછળ રહેતી નથી. હવે તેની લેટેસ્ટ લડાઈ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ બનીને આવેલા વિકાસ સાથે થઈ રહી છે. વિકાસ અને અર્ચનાની આ લડાઈ કિચનમાં કામ કરતી વખતે થાય છે. હવે અર્ચના કિચનમાં છે તો બીજા લોકો માટે કામ કરવાનું મુશ્કેલ બની જાય છે. વિકાસે ગેસ પર ચા માટે પાણી ચઢાવ્યું હતું. અર્ચના કહે છે કે ચાની તપેલી બીજી બાજું મુક. જેના પછી બંને વચ્ચે મગજમારી વધતા અર્ચના ગરમ પાણી ભરેલી તપેલીને ઉઠાવે છે તેમાનું ગરમ પાણી પ્લેટફોર્મ પર ઢોળાઈ જાય છે.
જેના પછી વિકાસ ગુસ્સે થયેલો જોવા મળે છે અને બંને વચ્ચે હાથાપાઈની નોબત આવી જાય છે પરંતુ ઘરના લોકો તેમને આવીને સંભાળી લે છે. પ્રોમોમાં આગળ દેખાડવામાં આવે છે કે આ વખતે આગામી કેપ્ટનની પસંદગી ફેન્સ કરશે. બિગ બોસ જણાવે છે કે દેશના ખુણે ખુણેથી આવેલા શોના ફેન્સ નકકી કરશે કે કોણ બનશે ઘરનો આગામી કેપ્ટન. આ રેસમાં અબ્દુ રોઝિક, શિવ ઠાકરે અને એમસી સ્ટેન છે. તેઓ એક પછી એક સ્ટેજ પર આવે છે અને ત્યાં મૂકેલા માઈક પર પોતાની વાતો શેર કરે છે.
અબ્દુજેવો જ સ્ટેજ પર આવે છે અને તે કહે છે, સ્વાહત નહીં કરોગે હમારા. અબ્દુ આગળ કહે છે કે કેપ્ટને ફેર રહેવું જોઈએ અને હું તો પહેલેથી ફેર છું. પછી શિવ સ્ટેજ પર જ આવતા મરાઠીમાં પોતાની વાત મૂકે છે. જેના પછી એમસી સ્ટેનનો નંબર આવે છે. સ્ટેન કહે છે કે, તમે લોકોએ જેને પણ મત આપવો હોય તેને આપો પરંતુ મને હાર જોઈએ છે. મારે જીત પછી ફુલોનો હાર મળે છે તે જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp