અર્ચનાએ વિકાસને આપી બદદુઆ, બોલી- ભગવાને તને ક્યારેય બાપ નથી બનાવ્યો કારણ કે...

PC: filmibeat.com

બિગ બોસનું ઘર આજકલ જંગનું મેદાન બની ગયું છે. અર્ચના ગૌતમ શોમાં સતત પોતાની હદ પાર કરી રહી છે અને એક પછી એક કન્ટેસ્ટન્ટ પર નિશાનો સાધી રહી છે. હવે અર્ચના ગૌતમે વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ વિકાસને નેશનલ ટીવી પર બદદુઆ આપી છે. અર્ચના ગૌતમના વર્તનથી ગુસ્સે થઈને વિકાસ તેના વાસણ ધોવાની ના પાડી દે છે વિકાસ અને અર્ચનાની લડાઈ વધી જાય છે. બનં એકબીજા પ્રોફેશન પર ભદ્દી કોમેન્ટ્સ કરે છે.

અર્ચના વિકાસને કહે છે કે તે કુતરાની જેમ ના ભસે. અર્ચનાની આ વાત પર વિકાસ પલટવાર કરીને કહે છે- જા પોતાના બાપને કહે, જેણે તેને પેદા કરી છે. પરંતુ વિકાસની આ વાત પર એકદમ ગુસ્સે ભરાઈ છે અને પોતાની તમામ હદ પાર કરી દે છે. વિકાસની પત્નીનું મિસકેરેજ થયું છે. તેવામાં અર્ચના લડાઈમાં આ વાતનો ઉપયોગ કરે છે અને વિકાસને બદદુઆ આપે છે કે તે ક્યારેય પિતા નહીં બની શકે, તે ક્યારેય બાળક પાળી નહીં શકે. અર્ચનાએ વિકાસને કહ્યું હતું- તુ બીજાના બાપ પર જીવે છે એટલે ભગવાને તને ક્યારેય બાપ નથી બનાવ્યો.

અર્ચના સાથેની લડાઈ પછી વિકાસ પ્રિયંકા, શાલીન અને ટીનાને કહે છે કે તેણે અર્ચનાને પોતાની પત્નીના મિસકેરેજ અંગે કહ્યું હતું, જેનો તેણે લડાઈમાં ઉપયોગ કર્યો છે. વિકાસ કહે છે- મેં તેને પત્નીના મિસેકેરેજ અંગે કહ્યું હતું, હવે મારા માતાપિતા આ જોતા હશે તો તેઓ ખબર નહીં શું વિચારી રહ્યા હશે. વિકાસ સિવાય અર્ચના શાલીન સાથે પણ મગજમારી કરતી રહે છે. શાલીન સાથેની લડાઈમાં અર્ચના તેની એક્સ વાઈફ અને મા અંગે અપશબ્દો બોલે છે, જેના પછી શાલીન ઘણો ઈમોશનલ થઈ જાય છે.

અર્ચનાની મગજમારી દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. લોકો અર્ચનાના આ વર્તન પર પોતાનો ગુસ્સો બહાર કાઢી રહ્યા છે અને તેને શોમાંથી બહાર કરવા માટે કહી રહ્યા છે.શરૂઆતમાં અર્ચના ઘણી એન્ટરટેઈનિંગ લાગતી હતી પરંતુ હવે તે તેના વર્તનથી ઘરના લોકો અને દર્શકોને ઈરીટેટ કરી રહી છે. અર્ચનાના આ વર્તન પર સલમાન શું કરે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp