મલાઇકાની પ્રેગ્નેન્સીના સમાચારો પર ફૂટ્યો અર્જૂનનો ગુસ્સો, બોલ્યો- કંઈ પણ લખવા..

એક્ટર અર્જૂન કપૂર અને મલાઇકા અરોડા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે. બંને વચ્ચે ઉંમરનું અંતર પણ ઘણું બધુ છે અને આ કારણે મોટા ભાગે બંનેને ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકો મલાઇકા અરોડા પ્રેગ્નેન્ટ હોવાના સમાચારો પણ ઉછાળે છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ કેટલાક એવા સમાચાર સામે આવ્યા હતા, જેનું અર્જૂન કપૂરે ખંડન કર્યું હતું. તે આ સમાચારથી ખૂબ નારાજ પણ થયો હતો અને તેણે મીડિયાને એવા સમાચારો ફેલાવવા માટે આડે હાથ લીધી હતી.
હવે એક નવા ઇન્ટરવ્યૂમાં ફરીથી આ મુદ્દા પર વાત કરી અને જણાવ્યું કે, એવી અફવાઓની તેના પર કેવી અસર પડે છે. તેણે એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, નકારાત્મકતા ફેલાવવી ખૂબ સરળ છે. ઘણી વખત એવી વાતો સામે આવે છે તો લોકો તેના પર વિશ્વાસ પણ કરવા લાગે છે. જુઓ અમે લોકો એક્ટર્સ છીએ અને અમારી અંગત જિંદગી ઘણી હદ સુધી પ્રાઇવેટ રહી શકતી નથી. અમને ખબર છે કે, જે પ્રોફેશનમાં અમે છીએ, ત્યાં આવી અફવાઓ ફેલાવું સામાન્ય છે.
તેણે આગળ કહ્યું કે, અમે ઘણી હદ સુધી મીડિયાના ભરોસે રહીએ છીએ કે અમારી વાતો કઈ રીતે સામાન્ય લોકો સુધી પહોંચ રહી છે. અમે એમ ઈચ્છીએ છીએ કે, તમે લોકો પણ એ સમજો કે અમે પણ માણસ જ છીએ. એટલે કંઈ પણ લખવા પહેલા એક વખત અમારી પાસેથી કન્ફર્મ જરૂર કરી લો. તમારે ઓછામાં ઓછું એટલું જરૂર કરવું જોઈએ અને મેં પણ એ સમયે કંઈક એવું જ રીએક્ટ કર્યું હતું. એ સમાચારને એક વખત ચેક કરવા ખૂબ જરૂરી હતા. પોતાની રીતે કોઈ પણ સમાચાર લખી ન દેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અર્જૂન કપૂર અને મલાઇકા અરોડાએ વર્ષ 2019માં પહેલી વખત ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરીને પોતાનું રિલેશનશિપ સત્તાવાર કર્યા હતા. જો કે તેઓ આ અગાઉથી એક-બીજાને ડેટ કરી રહ્યા હતા. આ બંનેની ઉંમરમાં 12 વર્ષનું અંતર છે અને આ વાત હંમેશાં ટ્રોલર્સના નિશાના પર રહે છે. અર્જૂન કપૂર 37 વર્ષનો છે અને મલાઇકા અરોડા 49 વર્ષની. જો કે, એ બંનેને આ વાતથી કોઈ ફરક પડતો નથી, પરંતુ હા સોશિયલ મીડિયા પર કેટલાક લોકો હંમેશાં આ વાતને લઈને તેના સંબંધની મજાક ઉડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp