50 વર્ષની ઉંમરે ચોથીવાર પિતા બન્યો અર્જુન રામપાલ, ગર્લફ્રેન્ડે આપ્યો દીકરાને જન્

PC: koimoi.com

બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને 50 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અભિનેતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ તેના બીજા બાળકને જન્મ આપ્યો છે. અર્જુન અને ગેબ્રિએલા હંમેશા તેમના રિલેસનશિપને લઇ ચર્ચામાં રહ્યા છે. લગ્ન વિના અર્જુન અને ગેબ્રિએલા બીજીવાર દીકરાના માતા-પિતા બન્યા છે. આ ક્ષણ બંને માટે ખૂબ જ ખાસ છે.

અર્જુલ રામપાલ હવે એક નહિં બલ્કે 4-4 સંતાનોનો પિતા બની ગયો છે. અર્જુને સોશિયલ મીડિયા પર પોતાની આ ખુશી લોકો સાથે શેર કરી છે. અભિનેતા દીકરાના જન્મથી ખૂબ જ ખુશ છે. અર્જુને એક સફેલ ટુવાલ પર હેલ્લો વર્લ્ડ લખી દર્શાવ્યું છે. સાથે જ તેના પર એક કાર્ટૂન પણ બન્યું છે. અભિનેતાએ કેપ્શનના માધ્યમથી પોતાના પરિવારમાં આવેલા નવા મેહમાનનું સ્વાગત કર્યું છે.

અર્જુન રામપાલે પોસ્ટમાં લખ્યું છે કે, હું અને મારો પરિવાર દીકરાના જન્મથી ખૂબ જ ખુશ છીએ. તેનું સ્વાગત છે. માતા અને દીકરો બંને સ્વસ્થ છે. ડૉક્ટર અને તેમની નર્સિંગ ટીમનો ખૂબ ખૂબ આભાર. અમારી ખુશી ફૂલી સમાઈ રહી નથી. મારા શુભેચ્છકો તમારો પણ ખૂબ ખૂબ આભાર.

 
 
 
View this post on Instagram

A post shared by Arjun Rampal (@rampal72)

 
 
 
View this post on Instagram

A post shared by Arjun Rampal (@rampal72)

જણાવીએ કે, અર્જુલ રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને એક મોટો દીકરો પણ છે. પોતાની પહેલી પ્રેગનેન્સી સમયે પણ ગેબ્રિએલા ઘણી ચર્ચામાં રહી હતી. બંને ઘણાં લાંબા સમયથી સંબંધમાં છે. તેમનો મોટો દીકરો 4 વર્ષનો છે. અર્જુન રામપાલને પહેલા લગ્નથી બે દીકરીઓ છે. તેની પહેલી પત્ની મહેર જેસિયા સાથે ડિવોર્સ પછીથી અર્જુન ગેબ્રિએલા સાથે રિલેશનમાં છે. અભિનેતા તેના સંબંધનો જાહેરમાં સ્વીકાર પણ કરે છે. જોકે આ બંનેનો લગ્ન કરવાનો કોઈ ઈરાદો નથી. તેના ચાહકો સવાલ કરતા રહે છે કે બાળકો થઇ ગયા છે તો લગ્ન ક્યારે કરશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp