આર્નોલ્ડે કામવાળી સાથે બાંધ્યા હતા સંબંધ, એક છોકરો પણ છે, કર્યો ખુલાસો

PC: faroutmagazine.co.uk

હોલિવુડ સ્ટાર આર્નોલ્ડ અશ્વાર્ઝનેગરે 1996માં પોતાના હાઉસકીપરની સાથે અફેર વિશે ખુલાસો કર્યો છે જ્યારે, તે મારિયા શ્રાઇવર સાથે લગ્નના બંધનમાં હતો. 8 વાર સતત પોતાની દમદાર બોડીના કારણે મિસ્ટર યુનિવર્સનો ખિતાબ મેળવનારા આર્નોલ્ડે પોતાના સિક્રેટ દીકરાનો ખુલાસો કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. હવે તેના જીવનના એવા જ સિક્રેટ આપણે એક ફિલ્મમાં જોઈ શકીશું. હોલિવુડમાંથી આવી રહેલા રિપોર્ટ અનુસાર, 75 વર્ષીય અભિનેતા આગામી ત્રણભાગવાળી ડૉક્યૂમેન્ટ્રી આર્નોલ્ડમાં પોતાના જીવનની સ્ટોરી સંભળાવવા માટે તૈયાર છે, જે 7 જૂને રીલિઝ થવાની છે.

હવે એ જાણકારી મળી છે કે, ટેલ-ઓલ ડૉક્યૂમેન્ટ્રીમાં, આર્નોલ્ડ એ પળને યાદ કરશે જ્યારે મારિયાએ તેની સાથે અફેર વિશે વાત કરી હતી. 1996માં, આર્નોલ્ડનું હાઉસકીપર મિલ્ડ્રેડ બેના સાથે અફેર હતું, જે ગર્ભવતી થઈ અને નવ મહિના બાદ એક બાળકને જન્મ આપ્યો, જે મારિયા અને આર્નોલ્ડના દીકરા ક્રિસ્ટોફરના જન્મના બરાબર પાંચ દિવસ બાદ થયુ. રિપોર્ટ અનુસાર, તે સમયે કોઈ નહોતું જાણતું કે મિલ્ડ્રેડનો દીકરો વાસ્તવમાં આર્નોલ્ડનું બાળક હતું, કે પછી ક્રિસ્ટોફર તેનો સાવકો ભાઈ હતો. પરંતુ, જેમ-જેમ મિલ્ડ્રેડનો દીકરો જોસફ મોટો થયો, તેણે જોયુ કે તે ઘણી હદ સુધી સુપરસ્ટાર જેવો દેખાય છે.

2010માં જ્યારે યૂસુફ 13 વર્ષનો હતો ત્યારે તેને એ જાણકારી મળી કે તેના બાયોલોજિકલ પિતા કોણ છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે મીડિયાએ તેની જાહેરાત કરી. આર્નોલ્ડે હવે અફેર વિશે વાત કરી છે અને યૂએસ સન અનુસાર, જ્યારે મારિયાએ એક કાઉન્સિલિંગ સેશનમાં અફેર વિશે તેની સાથે વાત કરી તો તેનું હૃદય જાણે થંભી ગયુ હતું. આ ફિલ્મના સામે આવેલા સીનમાં જોઈ શકાય છે કે, કાઉન્સલરે કહ્યું, આજે મારિયા કઈ બાબત વિશે ખૂબ સ્પેસિફિક થવા માંગે છે. તે જાણવા માંગે છે કે, શું તમે યૂસુફના પિતા છો? આ વિશે વાત કરતા સુપરસ્ટારે કહ્યું હતું, મેં વિચાર્યું કે મારું હૃદય થંભી ગયુ અને પછી મેં સત્ય કહ્યું.

ત્યારબાદ ડૉક્યૂમેન્ટ્રીના એક વીડિયોમાં તેણે ખુલાસો કર્યો કે, તે કઈ રીતે ઈમાનદાર હતો, તેણે સ્વીકાર કર્યો કે યૂસુફ તેનો દીકરો હતો અને મારિયા, સ્પષ્ટરૂપે કચડાયેલી હતી. ડૉક્યૂમેન્ટ્રીમાં પોતાના દીકરા જો વિશે વાત કરતા આર્નોલ્ડે કહ્યું- શરૂઆતમાં, હું હકીકતમાં નહોતો જાણતો પરંતુ, તે જેટલો મોટો થઈ ગયો, એટલું જ મારા માટે સ્પષ્ટ થઈ ગયુ. ત્યારે આ માત્ર એક મામલો હતો, તમે કઈ રીતે તેને ચુપ રાખો?

આર્નોલ્ડે ત્યારે સ્વીકાર કર્યો કે, હાઉસકીપરની સાથે તેના જે સંબંધો હતા, તે તેની સૌથી મોટી નિષ્ફળતા હતી, તેના દ્વારા મેં મારા પરિવાર માટે ખૂબ જ દુઃખ પેદા કર્યું છે અને તેની કિંમત સૌએ ચુકવવી પડી. તેણે કહ્યું, મારિયાએ તેન કિંમત ચુકવવી પડી, બાળકોએ ચુકવવી પડી, જોસેફ, તેની મમ્મી, તમામે. મારે મારું બાકીનું જીવન તેની સાથે જ જીવવુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp