KRK વિરુદ્ધ જાહેર થયું અરેસ્ટ વોરન્ટ, જાણો શું છે આખો મામલો

PC: facebook.com/KRK.Kamaalkhan

ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફિલ્મ પ્રોડ્યુસર એક્ટર કમાલ રાશીદ ખાન ઉર્ફ KRK વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. જાણીતા એક્ટર મનોજ વાજપેયીએ કમાલ આર. ખાન વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો હતો. એ કેસની સુનાવણી દરમિયાન ઉપસ્થિત ન રહેવા પર કોર્ટે કમાલ આર. ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યું છે. ઇન્દોરની જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ)એ ગુરુવારે વોરન્ટ જાહેર કરતા કેસની આગામી સુનાવણીની તારીખ 10 મે નક્કી કરી છે. આ અગાઉ પણ કોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહેવા માટે કમાલ આર. ખાન વિરુદ્ધ બેઇલેબલની વોરન્ટ ઇશ્યૂ કર્યા હતા.

મનોજ વાજપેયીના વકીલ તરફથી અરજીમાં કહેવામાં આવ્યું કે, કમાલ આર. ખાનને પોતાની વિરુદ્ધ ચાલી રહેલા આ કેસની જાણકારી છે, પરંતુ તે મોડું કરવાના ઇરાદે સુનાવણીમાં ઉપસ્થિત થતો નથી. જો કે, કમાલ આર. ખાનના વકીલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેની વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહી પર સ્ટે લગાવવો જોઈએ કેમ કે કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ચૂક્યો છે. 13 ડિસેમ્બર 2022ના રોજ મધ્ય પ્રદેશ હાઇ કોર્ટે કમાલ આર. ખાનની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે પોતાની વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના આ કેસને રદ્દ કરવાની અપીલ કરી હતી.

કમાલ આર. ખાનના વકીલે હાઇ કોર્ટમાં દાવો કર્યો હતો કે, જે ટ્વીટર હેન્ડલથી 2021માં થયેલા ટ્વીટ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે, તેમાંથી એક ‘KRK BoX Office’, ઓક્ટોબર 2020માં સલીમ અહમદ નામના વ્યક્તિને વેચી દેવામાં આવ્યું છે. કમાલ આર. ખાનના વકીલનું કહેવું હતું કે, તેણે ક્યારેય મનોજ વાજપેયી વિરુદ્ધ કોઈ ટ્વીટ કરી નથી. મનોજ વાજપેયીએ વર્ષ 2021માં કમાલ આર. ખાનની ટ્વીટ બાદ બાદ કેસ ફાઇલ કર્યો હતો. પોતાની ટ્વીટમાં તેણે મનોજ વાજપેયીને વેબ સીરિઝ ‘ધ ફેમિલી મેન’ માટે ટારગેટ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે, તેને કોમેડિયન સુનિલ પાલ પાસેથી મનોજન શૉની  સ્ટોરી બાબતે જાણકારી મળી, જેમાં તેની પત્ની અને સગીર દીકરી બંનેના બોયફ્રેન્ડ છે. ત્યારબાદ આગળની કહાનીને ખરાબ કહેતા મનોજને નશેડી કહી નાખ્યો હતો. મનોજ વાજપેયીની વાત કરીએ તો તેનો શૉ ‘ધ ફેમિલીમેન’ની બંને સીઝન ખૂબ પોપ્યુલર રહી છે. આ શૉમાં તેની ભૂમિકા શ્રીકાંત તિવારીને લોકોએ ખૂબ પસંદ કરી. OTT કન્ટેન્ટમાં મનોજનો સિક્કો જોરદાર ચાલી રહ્યો છે. હાલમાં જ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર તેની ડ્રામા ‘ગુલમહોર’ પણ રીલિઝ થઇ, આ ફિલ્મમાં મનોજ સાથે શર્મિલા ટેગોર પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp