આદિપુરુષ અંગે રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામ બનનારા અરુણ ગોવિલે જાણો શું કહ્યું

PC: navbharattimes.indiatimes.com

'આદિપુરુષ'ની રીલિઝ બાદ રામાયણના રામ ફરી એકવાર ચર્ચામાં છે. દર્શકોનું માનવું છે કે અરુણ ગોવિલનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. રામાનંદ સાગરની રામાયણ જોનારા લોકોના મનમાં ભગવાન રામ, માતા સીતા અને હનુમાનની જે છબી છે તે આદિપુરુષમાં જોવા મળી ન હતી.ફિલ્મના નિર્માતાઓનું કહેવું છે કે તેઓએ આજના યુગને અનુરૂપ 'આદિપુરુષ' તૈયાર કરી છે. જેથી સરળ ભાષામાં તેને જોઇ શકાય અનૈ સમજી શકાય.

જો કે મેકર્સની આ વાતની દર્શકો પર કોઇ અસર જોવા નથી મળી રહી. લોકો ‘આદિપુરષ’નો જબરદસ્ત વિરોધ કરતા નજરે પડી રહ્યા છે. ફિલ્મના મેકર્સ પર હનુમાનના પાત્રને પણ ખોટી રીતે દર્શાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તો કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે આ ફિલ્મમાં ભગવાન રામને પણ મજાક બનાવી દેવામાં આવ્યા છે. જો કે ફિલ્મના લેખક મનોજ મંતશીરે પોતાની સ્પષ્ટતામાં ઘણી વાત કરી છે.

હવે રામાયણ સિરિયલના રામની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા અરૂણ ગોવિલનું પણ આદિપુરષ ફિલ્મને લઇને નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન અરુણ ગોવિલને 'આદિપુરુષ' વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા. જ્યાં તેની વાત પરથી લાગી રહ્યું હતું કે તે ફિલ્મને લઈને ખૂબ જ નિરાશ છે. અરુણ ગોવિલના મતે આ વિશ્વાસનો મુદ્દો છે. રામાયણ એ બધા માટે આસ્થા છે. તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. આધુનિકતા અને પૌરાણિક કથાઓની વાત રામાયણ પર ન થવી જોઈએ.

અરૂણ ગોવિલેનું કહેવું હતું કે VFX અને ઇફેક્ટસ એ વાત અલગ છે. પરંતુ કેરેકટરને યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે. રામાયણના રામ અરૂણ ગોવિલે કહ્યું કે, જો આ ફિલ્મ બાળકો માટે બનાવવામાં આવી હોય, તો બાળકોને પણ પુછો કે શું તેમને આ ફિલ્મ પસંદ આવી છે?  ગોવિલે કહ્યું કે ફિલ્મમાં જે પ્રમાણેની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેવી ભાષા મને પસંદ નથી.

આદિપુરુષ શુક્રવારે ભારતના સિનેમાઘરોમાં રજૂ થઇ ત્યારથી દર્શકો બે ભાગમાં વ્હેંચાઇ ગયા છે. કેટલાંકને ફિલ્મ પસંદ આવી તો ઘણા લોકોએ નારાજગી વ્યકત કરી છે. જો કે ફિલ્મે પહેલાં દિવસે જ બમ્પર રેકોર્ડ કમાણી કરીને ફિલ્મ ઉદ્યોગમાં પહેલાં દિવસની કમાણીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp