'ટાઈગર 3'નું ટીઝર રીલિઝ, દમદાર ડાયલોગ સાંભળી ફેન બોલ્યા- પહેલા દિવસે 100 કરોડ

સલમાન ખાને તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઈગર 3નો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ટાઈગરનો મેસેજ હોવાનું કહેવાય છે. વીડિયોમાં સલમાન ખાન ફરી એકવાર ટાઈગરના રોલમાં જોવા મળી રહ્યો છે. જેમાં તે ફરી એકવાર દર્શકો અને ચાહકોનું દિલ જીતી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અને ફેન્સે ભાઈજાનની ફિલ્મના વીડિયોની પ્રશંસા કરી છે. ટાઈગર 3નો દોઢ મિનિટનો વિડિયો ફક્ત એક્શનથી જ ભરપૂર નથી, પરંતુ તેમાં શાનદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં, અમે તમને ટાઇગર 3 ના 5 ડાયલોગ્સથી પરિચિત કરાવીએ છીએ.

મારું નામ અવિનાશ સિંહ રાઠોડ છે, પણ હું તમારા બધા માટે ટાઇગર છું, લોકો માને છે કે ટાઇગર દેશદ્રોહી છે. દુશ્મન નંબર વન છે. 20 વર્ષની સેવા પછી, હું ભારત પાસેથી મારું ચારિત્ર્ય પ્રમાણપત્ર માંગું છું, જો હું જીવતો રહીશ તો ફરી તમારી સેવા કરીશ, નહીં તો જય હિન્દ, જ્યાં સુધી ટાઈગર મર્યો નથી, ટાઈગર હાર્યો નથી.

આખરે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3નો વીડિયો રિલીઝ થઈ ગયો છે. આ વીડિયોને ટાઈગરના મેસેજ નામથી રિલીઝ કરવામાં આવ્યો છે. દોઢ મિનિટના વીડિયોમાં સલમાન ખાનની ટાઈગર સ્ટાઈલ જોવા જેવી છે. ટાઇગર 3ના વીડિયોમાં તેની એક્શન જોવા મળી રહી છે અને શાનદાર ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યા છે. વીડિયો રિલીઝ થયા પછી હવે સલમાન ખાનના ચાહકો અને ટાઈગર 3ની રાહ જોઈ રહેલા ચાહકો સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

અહીં તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનની જવાન પછી ઘણા ફેન્સ ડંકીની રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં, ચાહકો સલમાન ખાનની ટાઈગર 3ની પણ રાહ જોઈ રહ્યા છે, જેની એક ઝલક સલમાન ખાને ચાહકોને એક નવા વીડિયો સાથે બતાવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં આ વખતે ટાઈગર તેના ગદ્દારીની સાબિતી આપવાનું કહેતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોયા પછી ચાહકોને મનમાં પ્રશ્ન થશે કે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. તે આ અંગે પોતાની અધીરાઈ વ્યક્ત કરતા જોવા મળે છે. 1 મિનિટ 29 સેકન્ડના વીડિયોમાં સલમાન ખાનની એક્શન સંપૂર્ણ રીતે જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp