રીલિઝ થતાની સાથે જ મહારાષ્ટ્રના DyCM ફડણવીસના પત્નીનો ડાન્સ વીડિયો વાયરલ થયો

PC: youtube.com

અમૃતા ફડણવીસની ઓળખ આપવાની જરૂર નથી. તે મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની હોવાની સાથે સાથે જ એક કલાકાર પણ છે. તેઓ પોતાનો પરિચય આપતા કહે છે કે, તે એક બેન્કર, સિંગર અને સોશિયલ વર્કર છે. પણ હવે તેઓ પોતાના ડાન્સને લઇને પણ ચર્ચામાં છે. અમૃતા ફડણવીસ પોતાના હાલમાં જ રીલિઝ થયેલા ગીતને લઇને ચર્ચાનો વિષય બન્યા છે. ગીતમાં અમૃતા ફડણવીસનો ડાન્સ જોયા બાદ ચારે બાજુ તેમની ચર્ચા થઇ રહી છે.

અમૃતા ફડણવીસ મરાઠી, હિંદી અને અંગ્રેજીમાં ગીત ગાઇ ચૂક્યા છે. પણ આજે પંજાબમાં તેમનું ગીત રીલિઝ થયું છે. મીત બ્રોસની સાથે આવેલા આ ગીતનું ટીઝર જારી કરતા અમૃતા ફડણવીસે દાવો કર્યો હતો કે, બિગેસ્ટ બેચલરેટ એન્થમ ઓફ ધ યર હશે. જ્યારે, હવે ગીત રીલિઝ થયા બાદ થોડા કલાકોમાં જ તેને લાખો વ્યુઝ પણ મળી ગયા છે. ફેન્સ કોમેન્ટ કરીને ગીતના વખાણ પણ કરી રહ્યા છે. ગીત રીલિઝ થયા બાદથી જ અમૃતાના લુક, સુર અને ડાન્સની ચર્ચા થઇ રહી છે.

ટી સીરીઝ તરફથી ગીત ‘મૂડ બના લિયા’ને યુટ્યૂબ પર રીલિઝ કરવામાં આવ્યું છે. તે સિવાય કેટલાક યુઝર્સ અમૃતા ફડણવીસના ડાન્સ મૂવ્સના પણ વખાણ કરી રહ્યા છે. અમૃતા ફડણવીસે પોતાના નવા મ્યૂઝિક આલ્બમથી દરેકને ચોંકાવી દીધા છે. વીડિયોમાં આપણને સુંદર દુલ્ઙનના રૂપમાં પોતાની ફ્રેન્ડ્સ સાથે ડ્રિંક્સ પાર્ટી કરતી જોવા મળી રહ્યા છે. ત્યાર બાદ અવિનાશ એક વેટરના રૂપમાં એન્ટ્રી લે છે. ગ્લેમરસ આઉટફિટ અમૃતા ફડણવીસના ગીત પર દરેક જણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોના રીલિઝના ફક્ત ત્રણ કલાકની અંદર અંદર જ ગીતને 261 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે અને આ નંબર સતત વધતો જઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp