83 વર્ષની ઉંમરે અલ પચિનોની 29 વર્ષની ગર્લફ્રેન્ડ ગર્ભવતી, ટૂંક સમયમાં પિતા બનશે

હોલિવૂડની કલ્ટ ફિલ્મો યાદ કરીએ તો સૌથી પહેલા લોકોના મગજમાં 'ગોડફાધર'નું નામ આવે છે. ફિલ્મનો મુખ્ય અભિનેતા અલ પચિનો દાયકાઓથી વિશ્વભરમાં પ્રિય રહ્યો છે. જ્યારે, તેમના વિશે એવા સમાચાર આવ્યા છે કે, જેને સાંભળીને અભિનંદનનો વરસાદ થઇ ગયો છે. 83 વર્ષીય હોલીવુડ સુપરસ્ટાર ટૂંક સમયમાં ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. તેની 29 વર્ષની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવાની છે.
હોલીવુડના પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા અલ પચિનોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. વાસ્તવમાં તે 82 વર્ષની ઉંમરે ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. પચિનો ચોથી વખત પિતા બનવા જઈ રહ્યો છે. અભિનેતા પચિનો હાલમાં ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ સાથે સંબંધમાં છે, જે તેનાથી 53 વર્ષ નાની છે.
અગાઉ, હોલીવુડના દિગ્ગજ કલાકાર રોબર્ટ ડી નીરોએ તેમના 80મા જન્મદિવસના થોડા મહિના પહેલા જ તેમના સાતમા બાળકનું સ્વાગત કર્યું હતું. હવે 'ધ ગોડફાધર' સિરીઝનો સ્ટાર અલ પચિનો 83 વર્ષની ઉંમરે ગર્લફ્રેન્ડ અને ફિલ્મ નિર્માતા 29 વર્ષીય નૂર અલફલ્લાહ સાથે તેના ચોથા બાળકની અપેક્ષા રાખી રહ્યો છે. અલ પચિનો આ ઉંમરે પિતા બનવાથી ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. અભિનેતાએ કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડની ડિલિવરી માત્ર એક મહિના પછી થવા જઈ રહી છે.
હા! 'સ્કારફેસ'ના એક્ટર 83 વર્ષીય અલ પચિનો ટૂંક સમયમાં પિતા બનવાના છે. તેની ગર્લફ્રેન્ડ નૂર અલફલ્લાહ આઠ મહિનાની ગર્ભવતી છે. તે એપ્રિલ 2022 થી 29 વર્ષીય નૂર અલફલ્લાહને ડેટ કરી રહ્યો છે. તેમના રોમાંસનોં ખુલાસો ત્યારે થયો જ્યારે તેઓ કેલિફોર્નિયામાં ફેલિક્સ રેસ્ટોરન્ટમાંથી એકસાથે બહાર નીકળતા જોવા મળ્યા.
આ અગાઉ, અલફલાહ પ્રખ્યાત ગાયક મિક જેગરને ડેટ કરી ચુકી હતી, તેઓનો 2018માં બ્રેકઅપ થઇ ગયો હતો. જ્યારે, અલ પચિનોએ 2020માં ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ મીતલ દોહન સાથે બ્રેકઅપ કર્યું હતું. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, પચિનો ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ જેન ટેરેન્ટની 33 વર્ષીય પુત્રી જુલી મેરીનો પિતા પણ છે. આ ઉપરાંત, તે અન્ય ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ, બેવર્લી ડી'એન્જેલો સાથે 22 વર્ષીય જોડિયા એન્ટોન અને ઓલિવિયાના પિતા પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp