આથિયા-રાહુલની હલદી સેરેમનીના ફોટોઝ આવ્યા સામે, રાહુલનો કૂર્તો પણ ફાડી નાખ્યો
આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેઅલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લગ્નની વિધિઓ સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં માત્ર પરિવારના લોકો અને નજીકના મિત્રોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. કપલના લગ્નના ફોટો તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જ રહ્યા છે પરંતુ હવે તેમની અલગ અલગ વિધિના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળી રહ્યા છે. કપલની હલદી સેરેમનીના ફોટોઝ સોશિયલ મીડિયામાં ફરતા જોવા મળ્યા છે.
આ ફોટોઝમાં બંને એકબીજા સાથે ફુલ ઓન મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેઓ બંને એકબીજાને હલ્દી લગાવી રહ્યા છે. એક ફોટામાં અહાન શેટ્ટી પણ જોવા મળી રહ્યો છે. બધા હલદીની સેરેમનીને ફુલ એન્જોય કરતા જોવા મળ્યા છે. એક ફોટામાં આથિયા અને રાહુલ હલદી અને ચંદનની પેસ્ટ લગાવી રહ્યા છે. બંને એકબીજાને ઘસી ઘસીને લગાવી રહ્યા છે. તેમન ચારે બાજુ ગલગોટાના ફુલની પાંખડીઓ છે. બીજા એક ફોટામાં આથિયાનો હલદી સેરેમનીનો આઉટફીટ જોવામાં આવી રહ્યો છે.
તેના પીચ કલરનો અનારકલી સૂટમાં ગોલ્ડ કલરનું વર્ક કરવામાં આવેલું જોવા મળે છે. એક ફોટામાં તે પોતાના ભાઈ અહાન શેટ્ટીના મોં પર હલદી લગાવી રહી છે. તો અન્ય એક ફોટામાં તે સૂરજના પ્રકાશ તરફ જોતા પોઝ આપી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- સુખ.
કેએલ રાહુલે પણ આ સેરેમેનીના કેટલાંક ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તે હલદી લગાવી રહેલો જોવા મળે છે. તો બીજા ફોટામાં કપલ એકબીજાના પ્રેમમાં ડૂબેલું જોવા મળે છે. રાહુલના અન્ય એક ફોટામાં તેનો કુર્તો મિત્રોએ ખેંચીને ફાડી નાખેલો જોવા મળે છે. જે હલદીની સેરેમનીમાં હવે સામાન્ય વાત થઈ ગઈ છે. મિત્રો હલદી લગાડતા લગાડતા વરરાજાનો કુર્તો ફાડી નાખતા જોવા મળે છે. આથિયાના આ ફોટા પર તેના પિતા સુની શેટ્ટીએ હાર્ટનું ઈમોજી બનાવ્યું છે. તો સામંથા પ્રભુએ કપલને શુભેચ્છા પાઠવી છે.
આથિયાની મિત્ર કૃષ્ણા શ્રોફે યલો હાર્ટનું ઈમોજી મૂક્યું છે. કૃષ્ણા અને ટાઈગર શ્રોફની સાથે જેકી શ્રોફ પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. કૃષ્ણા અને ટાઈગર આથિયાના ઘણા સારા મિત્રો છે. લગ્ન પછી આથિયાએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા લખ્યું છે કે, આજે અમને ચાહનારા લોકોની વચ્ચે અમે તે ઘરમાં લગ્ન કર્યા છે, જેણે અમને ઘણી બધી ખુશીઓ આપી છે. સૌને દિલથી આભાર. અમે આ નવી જર્ની માટે તમારા આશીર્વાદ માંગીએ છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન પછી હવે સૌને તેમના રિસેપ્શનની રાહ છે. સુનીલ શેટ્ટીએ આ અંગે જણાવ્યું છે કે આઈપીએલ ખતમ થયા પછી બંનેનું ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp