26th January selfie contest

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના તાંતણે બંધાયા, 5 તસવીર શેર કરી

PC: instagram.com

એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ હંમેશા માટે એકબીજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાઇ ગયા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે સોમવારે, 23મી જાન્યુઆરીના રોજ ખંડાલામાં લગ્ન કર્યા. સેરેમનીને સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં પૂરી કરવામાં આવી. તે સંપુર્ણ રીતે પ્રાઇવેટ રાખવામાં આવી હતી.

 

આ લક્ઝરી વેડિંગમાં બોલીવુડ અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીના સ્ટાર અને કપલના નજીકના લોકોને જ બોલાવવામાં આવ્યા હતા.

જાણકારી અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પરિવારોએ સોમવારની રાતે પાર્ટી કરવાનો પ્લાન કર્યો છે. નવું કપલ દરેક મહેમાનોની સાથે પરિવાર ખંડાલા વાળા બંગલામાં આફ્ટર પાર્ટી કરશે. અહીં લાઉડ મ્યુઝિક અને ડીજેના તાલ સાથે પાર્ટી કરવામાં આવશે. દરેક મહેમાનો નવા કપલની સાથે હિટ અને ટ્રેન્ડિંગ મ્યુઝિક પર ડાન્સ કરશે.

 

પાપારાઝી સાથે વાત કરતા સુનીલ શેટ્ટીએ કહ્યું કે, કેએલ રાહુલનો સસરો નહીં પણ પિતા બનવા માગુ છું. તેમણે એ પણ કહ્યું કે, આથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન IPLની સીઝન પુરી થયા બાદ કરવામાં આવશે. આથિયા શેટ્ટીના પિતા અને બોલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટી મીડિયા સાથે મુલાકાત કરવા માટે બહાર આવ્યો હતો. સુનીલ શેટ્ટીની સાથે તેનો દિકરો અહાન શેટ્ટી પણ નજરે પડ્યો હતો. બન્નેએ પાપારાઝીને મિઠાઇ વહેંચી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

બાલીવુડના ફેમસ એક્ટર અનુપમ ખેર પણ કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નમાં પહોંચ્યા હતા. મહેમાનોના લિસ્ટમાં તેમનું પણ નામ હતું. નવા કપલને આશિર્વાદ આપવા માટે અનુપમ ખેર પણ લગ્નમાં પહોંચ્યા હતા. તે સિવાય આથિયા શેટ્ટીના મિત્ર અને સ્ટાર કિડ્સ કૃષ્ણા શ્રોફ અને અંશુલા કપૂર પણ લગ્નમાં હિસ્સો લેવા માટે આવ્યા હતા. કૃષ્ણા, જેકી શ્રોફની દિકરી છે અને અંશુલા, બોની કપૂરની દિકરી છે.

 

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ઇન્ટીમેટ રીતે લગ્ન કર્યા. કપલના લગ્નમાં બન્ને પરિવારો અને નજીકના લોકો પણ શામેલ થયા હતા. આથિયા અને કેએલ રાહુલના લગ્નમાં શામેલ થવા માટે ક્રિકેટર ઇશાંત શર્મા પણ પહોંચ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ સુનીલ શેટ્ટીના ખંડાલા વાળા બંગલામાં સાત ફેરા લીધા.

 
 
 
View this post on Instagram

A post shared by TAHIR JASUS007 (@tahirjasus)

કેએલ રાહુલ, તેની ફેમેલી અને નજીકના લોકો રેડિસન હોટલમાં રોકાયા હતા. કેએલ રાહુલનો વરઘોડો હોટલમાંથી જ નીકળ્યો હતો. વરઘોડો લગભગ 2.30 કલાકે સુનીલ શેટ્ટીના ઘરે પહોંચ્યો હતો.

 

સુનીલ શેટ્ટી, તેની પત્ની અને આથિયા ખંડાલા વાળા બંગલામાં હતા. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં નો ફોન પોલિસી રાખવામાં આવી હતી. લગ્નની તસવીરો અને વીડિયોઝ લીક ન થાય તેને ધ્યાનમાં રાખતા દરેકના મોબાઇલ પર સ્ટીકર્સ લગાવવામાં આવ્યા હતા.

સુનીલ શેટ્ટીએ ઘરની બહાર હાજર મીડિયાના લોકો માટે પણ જમવાનું અને ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી. સુનીલ શેટ્ટી ચાહતો હતો કે, તેની દિકરી આથિયા અને કેએલ રાહુલના લગ્નને કવર કરવા માટે જેટલા પણ મીડિયાના લોકો ત્યાં પહોંચ્યા તેમનો સારી રીતે ખ્યાલ રાખવામાં આવે.

 

સુનીલ શેટ્ટીએ મીડિયા માટે ટેન્ટ પણ લગાવડાવ્યો હતો. રવિવારે રાતે સંગીત સેરેમની બાદ સુનીલ શેટ્ટીએ દરેક પાપારાઝીને ચિકન બિરિયાની ખવડાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp