ભોજપુરી સિંગર પવન સિંહને LIVE શોમાં માર્યો પથ્થર, પોલીસે કર્યો લાઠીચાર્જ

PC: oneindia.com

લોલીપોપ લાગેલૂ ગીત ગાનારા જાણીતા ભોજપુરી સિંગર પવન સિંહના કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના બલિયામાં સોમવારે રાત્રે બવાલ થઈ ગઈ. ભીડમાંથી કોઈકે પથ્થર માર્યો જે પવન સિંહના ગાલ પર લાગ્યો અને તે ઈજાગ્રસ્ત થઈ ગયો. ભાગદોડ-તોડફોડમાં ખુરશીઓ તૂટી ગઈ. પોલીસે લાઠીચાર્જ કરી ઉપદ્રવિઓને ભગાડ્યા. જણાવવામાં આવી રહ્યું છે કે, એક દર્શકે પવનને કોઈ ખાસ ગીત ગાવાની ફરમાઇશ કરી હતી. આ ગીત કોઈ જાતિ સાથે સંકળાયેલું હતું, એવામાં પવન સિંહે તે ગીત ગાવાની ના પાડી દીધી. ત્યારબાદ જ તેને પથ્થર મારવામાં આવ્યો.

સમગ્ર ઘટના નગરા પોલીસ ક્ષેત્રના નિકાસી ગામની છે. અહીં લગ્નનું એક રિસેપ્શન હતું. તેમા પવન સિંહ, શિલ્પી રાજ અને અંજના સિંહ આવ્યા હતા. પવનને સાંભળવા માટે ભારે ભીડ ભેગી થઈ હતી. તેના માટે આયોજકોએ પ્રશાસન પાસેથી પરવાનગી લીધી હતી. સુરક્ષા માટે ઘણા પોલીસ સ્ટેશનની ફોર્સ, PAC તહેનાત કરવામાં આવી હતી. પથ્થર વાગ્યા બાદ પવન ભડકી ગયો.

તેણે કહ્યું, આ કોણ મહાનુભવ છે જે ભીડમાં સંતાઈને પથ્થર મારી રહ્યું છે. આ કોણ દુશ્મન છે જેણે મને પથ્થર માર્યો છે. આટલી ભીડમાં બધા ચાહનારાઓ આવ્યા છે, આ કોણ મારું દુશ્મન આવ્યું છે. તમારી અંદર જો પાવર છે તો સામે આવીને બતાવો. સંતાઈને વાર ના કરો. કોઈકના એક પથ્થરથી પવનને કોઈ રોકી નહીં શકશે, આજ સુધી કોઈ રોકી નથી શક્યું.

પવનના સ્ટેજ પરથી આ વાત કહ્યા બાદ બવાલ વધી ગઈ. ભીડે ખુરશીઓ તોડવાની શરૂ કરી દીધી હતી. પથ્થરમારો શરૂ કરી દીધો. બેરિકેડિંગ તોડી નાંખવામાં આવી. ભાગદોડની સ્થિતિ બની ગઈ. એવામાં પોલીસ અને PAC એ લાઠીચાર્જ કરીને ઉપદ્રવિઓને ભગાડ્યા. થોડાં કલાક બાદ જ્યારે મામલો શાંત થયો, તો ગાયિકા શિલ્પી રાજે સ્ટેજ પર પહોંચીને મોરચો સંભાળ્યો. તેણે ભીડને શાંત કરાવી. જોકે, પવન સિંહ ફરીવાર સ્ટેજ પર ના આવ્યો.

પોલીસ બૃજેશ કુમાર સિંહે જણાવ્યું કે, આ મામલામાં કોઈ ફરિયાદ નથી મળી. ના પવન સિંહ તરફથી, ના આયોજકો તરફથી. હાલ, પોલીસ  મામલાની તપાસ કરી રહી છે. જેણે પણ પથ્થરમારો કર્યો છે. તેની વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. વીડિયો ફુટેજને ચેક કરવામાં આવી રહ્યા છે. ઉપદ્રવિઓની ઓળખ કરવામાં આવી રહી છે.

પવન સિંહ બિહારના આરા જિલ્લાનો વતની છે. તે અત્યારસુધીમાં 80 કરતા વધુ ભોજપુરી ફિલ્મો અને 200 કરતા વધુ ભોજપુરી મ્યુઝિક આલ્બમમાં કામ કરી ચુક્યો છે. પવન સિંહનો વર્ષ 2008માં રીલિઝ થયેલો આલ્બમ લોલીપોપ લાગેલૂ ખૂબ જ હિટ થયું. આ ગીતે પવન સિંહને સ્ટાર બનાવી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ભોજપુરી ફિલ્મ ‘ક્રેક ફાઇટર’ માટે પવને 1 કરોડ રૂપિયા લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp