તારક મેહતાના એક્ટરનો ખુલાસો, આ બીમારીથી છે પીડિત,ખોટી સારવારથી બગડ્યું સ્વાસ્થ્ય

PC: india.postsen.com

ઘણી વખત પરદા પર પોતાની એક્ટિંગથી લોકોને હસાવનારા ચહેરા પરેશાનીઓથી ઝઝૂમતા રહે છે. ‘ધ કપિલ શર્મા શૉ’ ફેમ અતુલ પરચૂરેને લઈને પણ શૉકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. પોતાના જોક્સથી આપણાં બધાના ચહેરાઓ પર હાસ્ય લાવનારા અતુલ અરચૂરે કેન્સરથી પીડિત છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતે વાતનો ખુલાસો કર્યો છે. એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં અતુલે પોતાની બીમારી સાથે જોડાયેલો દુઃખદ કિસ્સો શેર કર્યો. તે બતાવે છે કે મારા લગ્નના 25 વર્ષ પૂર્ણ થયા હતા.

અમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં હતા. તો હું એકદમ સારો હતો, પરંતુ થોડા દિવસ બાદ મને ભોજન ખાવામાં પરેશાની થઈ રહી હતી. મને અનુભવ થયો કે કંઈક ગરબડ છે. તબિયત વધુ ખરાબ થઈ તો ભાઈને મેડિસિન લાવીને આપી, પરંતુ તેનાથી કોઈ ફાયદો ન થયો. હું ઘણા ડૉક્ટર્સ પાસે ગયો. ત્યારબાદ મારી અલ્ટ્રાસોનોગ્રાફી થઈ. આ દરમિયાન મને ડૉક્ટર્સની આંખોમાં ડર નજરે પડ્યો. ત્યારે મને અનુભવ થઈ રહ્યો હતો કે કંઈ સારું નથી. પછી મને ખબર પડી કે મારા લિવરમાં 5 સેન્ટિમીટર લાંબુ ટ્યૂમર છે અને તે કેન્સરગ્રસ્ત છે.

તેણે કહ્યું કે, મેં ડૉક્ટર્સને પુછ્યું કે હું સારો તો થઈ જઈશ ને? ડૉક્ટર્સે વિશ્વાસ અપાવ્યો કે આગળ બધુ સારું થશે, પરંતુ સારવારની મારા પર અસર થઈ અને સ્વાસ્થ્ય પહેલાથી વધુ બગડી ગયું. સર્જરીમાં પણ મોટું થઈ ગયું. તે બતાવે છે કે, યોગ્ય સમય પર બીમારીની જાણકારી મળી ગઈ હતી, પરંતુ સારવારની પહેલી પ્રોસિજર ખોટી થઈ. તેનાથી મારી પેનક્રિયાઝ અફેક્ટેડ થઈ હતી એટલે પરેશાની પણ વધી ગઈ હતી.

યોગ્ય સારવાર ન મળવાના કારણે મારી કન્ડિશન ખરાબ થઈ ચૂકી હતી. મારાથી ઢંગથી વાત થઈ શકતી નહોતી. વાત કરતા જીભ લડખડાતી હતી. ડૉક્ટર્સે કહ્યું કે, આ કન્ડિશનમાં મારે થોડી રાહ જોવી પડશે, જો અત્યારે સર્જરી થઈ તો પીલિયા થવાનો ડર છે. મારા લિવરમાં પાણી ભરાવાના કારણે મારું મોત થઈ શકે છે. ત્યારબાદ મેં ડૉક્ટર બદલ્યો અને ઢંગથી પોતાની સારવાર કરાવી. અતુલ લોકપ્રિય મરાઠી એક્ટર છે જે લાંબા સમય સુધી ‘ધ કપિલ શર્મા શૉ’નો હિસ્સો રહ્યો છે.

તેણે કહ્યું કે, હું લાંબા સમયથી કપિલ શર્મા શૉ કરી રહ્યો છું. મને સુમોનાના પિતાની ભૂમિકા માટે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ કેન્સરના કારણે હું ન જઈ શક્યો. જો કેન્સર ન હોત તો હું પણ કપિલ સાથે ઇન્ટરનેશનલ ટ્રીપ પર હોત. રિપોર્ટ્સ આવવા પર ખબર પડશે કે હું પહેલાથી જેમ સારો થઈ શકીશ કે નહીં. 56 વર્ષીય અતુલ કોમેડી નાઇટ્સ વિથ કપિલ સિવાય ‘આર.કે. લક્ષ્મણ કી દુનિયા’, ‘જાગો મોહન પ્યારે ઔર ભાગો મોહન પ્યારે’ જેવા શૉઝ માટે જાણીતો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp