
'એવેન્જર્સ' અને 'કેપ્ટન અમેરિકા' જેવી ફિલ્મોનો ભાગ રહેલા જાણીતા એક્ટર જેરેમી રેનર હાલમાં જ એક ગંભીર દુર્ઘટનાનો શિકાર બની ગયા છે. ઘરની બહાર જામી ગયેલા બરફને કાઢતી વખતે તેને ગંભીર ઈજાઓ આવી છે અને તેને વધુ સારવાર માટે એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં એડમિટ કરાવાયો છે. સ્પોક્સપર્સને કહ્યું કે, જેરેમી રેનરની હવે હાલત કેવી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની હાલત ક્રિટિકલ છે. તેની ફેમિલી હાલમાં હોસ્પિટલમાં તેની સાથે છે અને દરેક સંભવ કોશિશ કરવામાં આવી રહી છે. જેરેમી રેનરને ઈન્ડિયામાં પણ ઘણો પંસદ કરવામાં આવે છે.
View this post on Instagram
જ્યારથી તેના ફેન્સને તેના આ અકસ્માત અંગેની જાણ થઈ છે તો તેઓ તેના જલદીથી સારા થવાની દુઆ કરી રહ્યા છે. જેરેમી રેનર અમેરિકાના રેનોનો રહેનારો છે. તેનું ઘર માઉન્ટ રોજ-સ્કી ટેહોની નજીક આવેલું છે. આ વિસ્તારમાં ભારે બરફ પડ્યો હતો. આ બરફના કારણે નોર્થ નેવાડામાં આશરે 35 હજાર ઘરોમાં વીજળી પ્રભાવિત થઈ હતી અને તેમણે બ્લેકઆઉટનો સામનો કરવો પડ્યો હતો. જેરેમી રેનર પોતાના ઘરની બહાર જામેલા બરફને હટાવવા માટે નીકળ્યો હતો, તે સમયે દુર્ઘટના ઘટી તેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જેથી તેને ઓછા સમયમાં વધુ સારી સારવાર મળી રહે. જેરેમી ગયા વર્ષે ઈન્ડિયા આવ્યો હતો અને તે સમયે એક્ટર અનિલ કપૂર સાથેનો તેનો ફોટો વાયરલ થયો હતો. જેરેમી રેનરની સાથે અનિલ કપૂરે 'મિશન ઈમ્પોસિબલ-ઘોસ્ટ પ્રોટોકોલ'માં કામ કર્યું છે. આ સીરિઝની બીજી ઘણી ફિલ્મોમાં જેરેમી જોવા મળ્યો છે. તે '28 વીક્સ લેટર' અને 'અમેરિકન હસલ' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.
View this post on Instagram
47 વર્ષનો જેરેમી રેનર હોલિવુડના વર્સેટાઈલ એક્ટર્સમાંનો એક માનવામાં આવે છે. જેરેમી રેનર ઓસ્કર માટે બે વખત નોમિનેટ થઈ ચૂક્યો છે. તે 2010માં ફિલ્મ 'ધ હર્ટ લોકર'માં ભજવેલા પાત્ર માટે ઓસ્કરમાં બેસ્ટ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો. જ્યારે 'ધ ટાઉન'માં તેને બેસ્ટ સપોર્ટીંગ રોલ માટે ઓસ્કરનું નોમિનેશન મળ્યું હતું. જેરેમી રેનર હાલમાં 'મેયર ઓફ કિંગસ્ટોન'માં જોવા મળી રહ્યો છે, જે પેરામાઉન્ટ પ્લસ પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp