'અવતાર 2'એ 'કાંતારા'ને છોડી પાછળ, બોલિવુડના બોક્સ ઓફિસ પર ખતરો

PC: businesstoday.in

દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' બોક્સ ઓફિસ પર દમદાર કમાણી કરી રહી છે. 16 ડિસેમ્બરના રીલિઝ થયેલી જેમ્સ કેમેરોનની આ ફિલ્મ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 2022ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા જઈ રહી છે. ભારતમાં પણ આ ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે અને વર્ષના છેલ્લા અઠવાડિયામાં ભારતમાં કોઈ મોટી ફિલ્મ રીલિઝ ન થવાનો ફાયદો 'અવતાર 2'ને ઘણો મળ્યો છે.

પહેલા જ દિવસે 40 કરોડ રૂપિયાની કમાણી સાથે શરૂઆત કરનારી ફિલ્મ 'અવતાર 2' ત્રીજા અઠવાડિયામાં પણ શાનદાર કમાણી કરી રહી છે. વીકેન્ડમાં તો તેનું કલેક્શન દમદાર હતું જ પરંતુ અઠવાડિયાના ચાલુ દિવસોમાં પણ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મને ઘણા દર્શકો મળી રહ્યા છે. 'અવતાર 2'એ જોરદાર કમાણી સાથે ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. બોક્સ ઓફિસથી આવી રહેલા 'અવતાર 2'ના રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ફિલ્મ હજુ સુધી તગડી કમાણી કરી રહી છે. મંગળવાર સુધીમાં 345.9 કરોડથી વધારાની કમાણી કરી ચૂકેલી 'અવતાર 2'એ બુધવારે આશરે 4 કરોડથી વધારેનું કલેક્શન કર્યું છે. તેની સાથે જ ભારતમાં 'અવતાર 2'ની કુલ કમાણીનો આકંડો 350 કરોડને પાર પહોંચી ગયો છે.

2022નું વર્ષ હમણાં જ પૂરું થયું છે અને તેમાં રીલિઝ થયેલી ફિલ્મોની વાત કરીએ તો સૌથી મોટી ફિલ્મ યશની 'KGF 2' રહી છે. 2022માં ભારતીય બોક્સ ઓફિસ પરની ત્રીજી સૌથી મોટી ફિલ્મ રહેલી 'કાંતારા'નું કલેક્શન 345 કરોડની આસપાસ રહ્યું હતું. હવે 'અવતાર 2'એ તેને પાછળ કરી દીધી છે અને 2022ની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ગયા વર્ષની ટોપ 5 ફિલ્મોમાં 'KGF ચેપ્ટર 2' 950 કરોડ સાથે પહેલા ક્રમે, 'RRR' 900 કરડો સાથે બીજા ક્રમે, 'અવતાર 2' 350 કરોડ સાથે ત્રીજા ક્રમે, 345 કરોડની કમાણી સાથે 'કાંતારા' ચોથા ક્રમે અને 269 કરોડની સાથે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1' પાંચમાં ક્રમ પર છે.

બોક્સ ઓફિસના મામલમાં ઈન્ડિયાની પાંચ મોટી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં માત્ર મલયાલમ ઈન્ડ્સ્ટ્રી એવી છે, જેનું ટોપ કલેક્શન ઈન્ડિયામાં હોલિવુડની ફિલ્મોથી પાછળ છે. હિંદી, તેલુગુ, તમિલ અને કન્નડ સિનેમાની ફિલ્મો હજુ સુધી ભારતમાં હોલિવુડની ફિલ્મોથી ઉપર બનેલી રહી છે. પરંતુ હવે બોલિવુડના ટોપ ઓર્ડર પર ખતરો જોવા મળી રહ્યો છે. હિન્દી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી એટલે કે બોલિવુડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ આમિર ખાનની 'દંગલ' છે. 2016માં આવેલી આ ફિલ્મે ઈન્ડિયામાં 387 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે.

જે સ્પીડથી અવતાર કમાણી કરી રહી છે, તેને જોતા આ આંકડો પણ હવે દૂર લાગી રહ્યો નથી. બોલિવુડની આગામી મોટી રીલિઝ શાહરુખ ખાનની 'પઠાણ' છે પરંતુ તેની રીલિઝ થવામાં હજુ 20 દિવસ છે. આટલા દિવસમાં જો 'અવતાર 2' થિયેટરોમાં રહે છે તો ટોપ કલેક્શનમાં બોલિવુડને હંફાવી શકે તેમ છે. અત્યાર સુધીમાં ઈન્ડિયામાં સૌથી વધુ કમાણી કરનારી હોલિવુડની ફિલ્મમાં 'એવેન્જર્સઃ એન્ડ ગેમ' છે. જેણે અહીં બોક્સ ઓફિસ પર 373 કરોડ રૂપિયા હતી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે 'અવતાર 2' આ રેકોર્ડને તોડીને ભારતની ટોપની હોલિવુડની ફિલ્મ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp