સેટ પર વધેલા ભોજનને જરૂરિયાતમંદોમાં વહેંચતો હતો સલમાનઃ આયશા ઝુલ્કા

PC: koimoi.com

આયશા ઝુલ્કાએ એક જૂના ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનના વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, સલમાન માત્ર એક સારો એક્ટર જ નથી પરંતુ, એક સારો વ્યક્તિ પણ છે. સલમાન ફિલ્મના સેટ પર વધેલા ભોજનને પેક કરાવીને ભિખારીઓમાં વહેંચી દેતો હતો. સલમાનની ઉદારતાની આયશા ફેન થઈ ગઈ હતી. આયશા ઝુલ્કાએ 1991માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘કુર્બાન’માં કામ કર્યું હતું. આ ફિલ્મની સાથે આયશાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે થોડાં દિવસ પહેલા મિડ ડે સાથે વાતચીતમાં કહ્યું, સલમાન પોતાની ગાડીમાં ફિલ્મના સેટ પર બચેલા ભોજનને પેક કરી લેતો હતો. મેં તેને ઘણીવાર આવુ કરતા જોયો હતો. ઘરે પાછા જતી વખતે તે એ ભોજનને ભિખારીઓમાં વહેંચી દેતો હતો. તે કારમાંથી ઉતરતો એને એવા જરૂરિયાતમંદોને શોધતો જે ભૂખ્યા હોય. જો કોઈ ખાવાનું ખાધા વિના સુઈ ગયુ હોય તો તે તેમને જગાડીને ખાવાનું ખવડાવતો હતો.

આયશા ઝુલ્કા 90ના દાયકાની નામચીન એક્ટ્રેસ હતી. તેણે ‘ખિલાડી’, ‘જો જીતા વહી સિકંદર’, ‘હિમ્મતવાલા’, ‘વક્ત હમારા હૈ’ અને ‘ચાચી 420’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. 2003માં લગ્ન બાદ તેણે ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો. તેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ડેટ્સ ના હોવાને કારણે તેણે મણિ રત્નમની ફિલ્મ ‘રોઝા’ નકારી દીધી હતી. આ ઉપરાંત, તેને રામા નાયડૂની ફિલ્મ ‘પ્રેમ કેદી’ પણ ઓફર થઈ હતી જે તેણે એટલા માટે રિજેક્ટ કરી દીધી હતી કારણ કે ફિલ્મના શરૂઆતી સીનમાં તેને બિકિની પહેરવા માટે કહેવામાં આવ્યું હતું.

આયશા ઝુલ્કા એકમાત્ર એવી નથી જેણે સલમાન ખાનની દરિયાદિલીના વખાણ કર્યા હોય. ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા એવા લોકો છે જે એ માને છે કે, સલમાન જરૂરિયાતમંદોની મદદ કરવા માટે હંમેશાં ઊભો રહે છે. ત્યાં સુધી કે તેણે ઘણા ન્યૂ કમર્સને ફિલ્મોમાં લોન્ચ પણ કર્યા છે. આયુષ શર્મા, ડેઝી શાહ, ઝરીન ખાન, સ્નેહા ઉલાલ, સૂરજ પંચોલી, આથિયા શેટ્ટી જેવા એક્ટર્સને સલમાને જ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યા હતા. એટલું જ નહીં, કેટરીના કેફને બોલિવુડમાં લાવવાનો ક્રેડિટ સલમાન ખાનને જ જાય છે.

સલમાન ખાનને ચેરિટી કરવાનું ખૂબ જ પસંદ છે. તેણે 2007માં પોતાની ચેરિટેબલ ફાઉન્ડેશન બીઇંગ હ્યુમનની સ્થાપના કરી. તેના દ્વારા તે લોકોની હેલ્પ કરે છે. બીઇંગ હ્યુમનના નામથી એક બ્રાન્ડ પણ છે, જેમા કપડાં વેચવામાં આવે છે અને તેના દ્વારા મળતા પૈસાથી જરૂરિયાતમંદોની મદદ કરવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, બીઇંગ હ્યુમન બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિત લોકોની બીમારીઓ અને મુશ્કેલ સમયમાં આર્થિક મદદ કરે છે. સલમાન અત્યારસુધીમાં બીઇંગ હ્યુમનના માધ્યમથી સેંકડો બાળકોની હાર્ટ સર્જરી કરાવી ચુક્યો છે.

સલમાન ખાન દેશના સૌથી મોટા સુપરસ્ટાર્સ પૈકી એક છે પરંતુ, લાઇફ સ્ટાઇલ એક સાધારણ વ્યક્તિ જેવી છે. ઘણા ઓછાં લોકો જાણે છે કે સલમાન 1BHK અપાર્ટમેન્ટમાં રહે છે. તેના અપાર્ટમેન્ટમાં એક સોફો, એક ડાઇનિંગ ટેબલ અને એક નાનો એરિયા છે જ્યાં તે લોકો સાથે વાત કરે છે. આ ઉપરાંત, એક જિમ અને એક રૂમ છે. તેને બ્રાન્ડ વગેરે પસંદ નથી, તે મોંઘી વસ્તુઓ ખરીદવાનું વધુ પસંદ નથી કરતો. તે ખૂબ જ સિંપલ વસ્તુઓ ખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp