જેકી શ્રોફની પત્ની આયેશાના બેંક ખાતામાંથી 58 લાખ રૂપિયા ગાયબ

બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફ સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. આયેશાની ફરિયાદ મુજબ એલન ફર્નાન્ડિસ નામના વ્યક્તિએ તેની સાથે 58 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. જે બાદ તેણી રિપોર્ટ લખવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 420, 408, 465, 467 અને 468 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે મોડું કર્યા વગર આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ટાઈગરની માતા આયેશા તેના અંગત જીવનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018માં એલનને MMA મેટ્રિક્સ કંપનીમાં ડાયરેક્ટર ઑફ ઓપરેશન્સની જવાબદારી સોંપવામાં આવી હતી. MMA મેટ્રિક્સ એ ટાઇગર શ્રોફ અને તેની માતા આયેશા દ્વારા ચલાવવામાં આવતું જિમ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ ભારતમાં અને ભારતની બહાર 11 ટૂર્નામેન્ટનો પ્લાન બનાવ્યો હતો. આ ઈવેન્ટ માટે તેણે કંપની પાસેથી મોટી રકમ પણ લીધી હતી. ડિસેમ્બર 2018 થી જાન્યુઆરી 2023 સુધીમાં, ટૂર્નામેન્ટ માટે કંપનીના ખાતામાં 58,53,591 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા.
આ પહેલીવાર નથી જ્યારે કોઈએ આયેશા શ્રોફને છેતર્યા હોય. આ પહેલા આયેશાનો અભિનેતા-પ્રભાવક સાહિલ ખાન સાથે પણ વિવાદ થયો હતો. 2015માં આયેશાએ સાહિલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ સાથે તેના પર ધમકી આપવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ મામલો 4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો હતો, જેનું સમાધાન પરસ્પર સમજૂતી બાદ કરવામાં આવ્યું હતું.
આયેશા અભિનેત્રી-મોડલ રહી ચૂકી છે, તે સલમાન ખાન સાથે કોલ્ડ ડ્રિંકની જાહેરાતમાં પણ જોવા મળી હતી. ખૂબ જ નાની ઉંમરે તેણે પોતાનું દિલ બોલિવૂડના જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફને આપી દીધું હતું. આ પછી બંનેએ 1987માં લગ્ન કરી લીધા. લગ્ન બાદ તેને બે બાળકો થયા. ટાઇગર શ્રોફ અને ક્રિષ્ના શ્રોફ.
અત્યાર સુધી આયશાએ આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp