
ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પોતાની કોમિક ટાઈમિંગથી સૌને હસાવનારા કૃષ્ણન ઐય્યર ઉર્ફ તનુજ મહાશબ્દે પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. તનુજના મોટા ભાઈ પ્રવીણ મહાશબ્દેનું નિધન થઈ ગયું છે. તનુજ પોતાના મોટા ભાઈની એકદમ નજીક હતો. તેમના ભાઈના નિધનથી તનુજને ઘણો ઊંડો આઘાત લાગ્યો છે. બબીતા જીના ઓનસ્ક્રીન પતિ કૃષ્ણન ઐય્યરના મોટા ભાઈનું દેવાસમાં નિધન થયું અને 21 જાન્યુઆરીના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ન્યુઝ18ના કહેવા પ્રમાણે, તનુજ પોતાના ભાઈના નિધનથી ઘણો દુખી છે. તેમની પાસે પોતાની ફિલીંગ્સને એક્સપ્રેસ કરવા માટે શબ્દો નથી. તેમનું કહેવું છે કે તેમના ભાઈના કારણે જ આજે તનુજ ઈન્ડ્સ્ટ્રીમાં આટલો જાણીતો છે. તેમના કારણે જ તનુજને ઈન્ડ્સ્ટ્રીમાં કામ મળ્યું છે. તેમની પ્રેરણાના લીધે જ તનુજને એક્ટિંગનો શોખ લાગ્યો હતો.
તનુજ મહાશબ્દેએ પોતાના ભાઈના નિધનને પોતાની લાઈફનું સૌથી મોટું નુકસાન કહ્યું છે. સાંસદ મહેન્દ્ર સિંહ સોલંકીએ પણ તેના ભાઈ પ્રવીણના નિધન પર દુખ જતાવ્યું છે અને તનુજ સાથે મુલાકાત કરી તેને સાંત્વના પાઠવી હતી. જણાવી દઈએ પ્રવીણ 10 વર્ષથી થિયેટર સાથે જોડાયેલા હતા. મહારાષ્ટ્ર સમાજના નવયુગ નાટક મંડળના વિવિધ પ્રોગ્રામનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. એટલું જ નહીં પ્રવીણે મહારાષ્ટ્ર સમાજમાં અલગ અલગ પદો પર કામ કર્યું છે.
તનુજ મહાશબ્દેને ટીવીના સૌથી લાંબા સમયથી ચાલતા આવનારા શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કૃષ્ણન ઐય્યરના પાત્રએ ઘણી ઓળખ અપાવી છે. તે વર્ષ 2008થી તારક મહેતા શો સાથે જોડાયેલા છે. તે શોમાં બબીતા ઉર્ફે મુનમુન દત્તાના પતિના પાત્રમાં જોવા મળે છે. તનુજ ઉર્ફ ઐય્યરની જેઠાલાલ, દયા બહેન અને બબીતાજીની જેમ ઘણી ફેન ફોલોઈંગ છે. લોકોને તેનું સેન્સ ઓફ હ્યુમર ઘણું પસંદ આવે છે.
મળેલા રિપોર્ટ પ્રમાણે, તનુજ મહાશબ્દે તારક મહેતા શોના એક એપિસોડ માટે 80 હજાર રૂપિયા જેટલી ફી વસૂલ કરે છે. થોડા દિવસો પહેલા તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો. તે 42 વર્ષની ઉંમરે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તનુજ મહાશબ્દે ઘણા સમયથી પોતાની થનારી પત્નીને ડેટ કરી રહ્યા હતા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેની આ રિયલમાં થનારી પત્ની રીલ વાઈફ કરતા પણ વધુ સુંદર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp