કોરિયન ફૂડની દિવાની છે બબીતા જી, ફૂડ જોતા જ કર્યું આવું, જુઓ વીડિયો

PC: instagram.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જીને કોણ નથી જાણતું. તેમના દિવાના માત્ર જેઠાલાલ જ નહીં પરંતુ ઘણા બધા લોકો છે. મુનમુન દત્તાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાના દમ પર ઈન્ડ્સ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે અને મોટાભાગના લોકો તેને બબીતા જીના નામથી જ ઓળખવાનું પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બબીતા જી પોતાના ફોટા અને વીડિયોઝ શેર કરતી રહે છે અને ફેન્સનું એન્ટરટેઈનમેન્ટ કરતી રહે છે.

નાનકડા પડદાની જાણીતી એક્ટ્રેસ મુનમુન દત્તાં પોતાના સીઝલિંગ લૂક્સ દ્વારા સોશિયલ મીડિયાનો પારો આવી ગરમીમાં વધારે હાઈ કરતી જોવા મળી છે. મુનમુન દત્તાં અસલ લાઈફમાં ખાવાની ઘણી શોખીન છે અને ખાસ કરીને કોરિયન ફૂડ તેને ઘણું જ પસંદ છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કરેલો જોવા મળ્યો છે. બબીતા જી ઉર્ફ મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેના કોરિયન ફૂડ પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

વીડિયોને શેર કરતા તેણે લખ્યું છે- જ્યારે હું કોરિયાઈ ખાવાનાને જોઉં છું.. લોલ હાંજી,... મારું કોરિયાઈ ઝૂનૂન.. આટલું બધુ મેં ખતમ કરી નાખ્યું છત્તાં મારા પેટમાં હજુ જાપાની ડેઝર્ટ માટે જગ્યા બચી છે. તેણે આ સાથે જ પોતાને સેલ્ફ સર્ટિફાઈડ ફૂડી કહી છે અને બીજા કોણ કોણ ફૂડી છે તેવું પૂછ્યું છે.

મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. સાથે લોકોને તે પસંદ પણ આવી રહ્યો છે. ફેન્સ તેની પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. મુનમુનને પહેલેથી જ ખાવા પીવાનો ઘણો શોખ છે. હાલમાં જ તેણે વીડિયો દ્વારા જણાવ્યું છે કે તે પોતાના આ શોખને તે હવે પ્રોફેશનલ રૂપ આપવાની તૈયારીઓ કરી રહી છે. જેમાં તેની સાથે એક બિઝનેસ પાર્ટનર પણ છે. મુનમુને આ અંગે કહ્યું હતું કે તે પોતાના રાખી ભાઈ અને રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટના માલિક કેયુર શેઠ સાથે કામ શરૂ કરવા જઈ રહી છે. મુનમુન દત્તાએ પોતાના ફૂડ બિઝનેસ અંગે વાત કરતા વીડિયોમાં કહ્યું છે કે- તે એક ક્લાઉડ કિચન હશે, જે ફૂડ એપ્સ પર ઉપલબ્ધ રહેશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp