બોલિવુડના જાણીતા એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન

PC: livemint.com

બોલિવુડના જાણીતા એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. સતીશ કૌશિકના ખાસ મિત્ર અને બોલિવુડ એક્ટર અનુપમ ખેરે તેમના નિધનની જાણકારી ફેન્સને આપી છે અને આ સમાચાર બાદ એક્ટરના ફેન્સ અને સેલિબ્રિટીઓ શોકમાં ડૂબી ગયા છે. જાણકારી મળ્યા બાદ ઘણા સેલિબ્રિટીઓ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર એક્ટરને યાદ કર્યા અને તેમની આમ અચાનક વિદાઈથી શોક વ્યક્ત કર્યો છે.

અનુપમ ખેરથી લઈને કંગના રણૌત સુધીએ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. અનુપમ ખેરે પોતાના દિવંગત ખાસ મિત્ર સાથે એક તસવીર શેર કરતા લખ્યું કે, ‘જાણું છું મૃત્યુ જ આ દુનિયાનું છેલ્લું સત્ય છે, પરંતુ આ વાત હું જીવતે જીવ ક્યારેય પોતાના ખાસ મિત્ર સતીશ કૌશિક બાબતે લખીશ, એ મેં પોતાના સપનામાં પણ વિચાર્યું નહોતું. 45 વર્ષની મિત્રતા પર આવી રીતે અચાનક પૂર્ણ વિરામ!! સતીશ તારા વિના જિંદગી હવે ક્યારેય પહેલા જેવી નહીં રહે! ઓમ શાંતિ!’

કંગના રણૌતે પણ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે દિવંગત એક્ટર સાથે પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું કે, ‘આ ભયાનક સમાચારથી ઊંઘ ઉઘડી. તેઓ મારા સૌથી મોટા ચિયરલીડર હતા. એક ખૂબ સફળ એક્ટર અને ડિરેક્ટર સતીશ કૌશિકજી વ્યક્તિગત રૂપે પણ ખૂબ દયાળુ અને સાચા વ્યક્તિ હતા. મને તેમને ઇમરજન્સીમાં ડિરેક્શન કરાવવાનું ખૂબ પસંદ હતું. તેમની કમી હંમેશાં થશે. ઓમ શાંતિ.’ સતીશ કૌશિકના નિધન પર મધુર ભંડારકર શોક્ડ છે.

તેમણે એક્ટરના નિધન પર ટ્વીટ કરતા લખ્યું કે, ‘હું એક્ટર-ડિરેક્ટર સતીશ કૌશિકજીના નિધનથી ખૂબ સ્તબ્ધ છું. જે હંમેશાં જીવંત, ઊર્જાવાન અને જીવનથી ભરપૂર હતા, તેમણે ફિલ્મ સમુદાય અને લાખો ફેન્સ દ્વારા ખૂબ યાદ કરવામાં આવશે. તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી ગાઢ સંવેદના છે.

ઓમ શાંતિ.’ ટીવી એક્ટર અનિરુદ્ધ દવેએ પણ સતીશ કૌશિકને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, આજે મારા મેન્ટર, મુંબઈનું મારું સપોર્ટ સિસ્ટમ જતું રહ્યું. મારા માટે પિતા સમાન, મને પ્રેમ કરનારા સતીશ કૌશિક હું તમને હંમેશાં યાદ કરીશ. ઓમ શાંતિ સતીશ કૌશિક સર. તમારી આત્માને શાંતિ મળે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp