'ધ કેરળ સ્ટોરી' પર લાગ્યો આ 2 રાજ્યમાં પ્રતિબંધ, આ કારણે બેન થઇ ફિલ્મ

PC: imdb.com

આ શુક્રવારે થિયેટર્સમાં રીલિઝ થયેલી બોલિવુડ ફિલ્મ ‘‘ધ કેરળ સ્ટોરી’’ ખૂબ જ ચર્ચા અને વિવાદમાં છે. અદા શર્મા સ્ટારર આ ફિલ્મમાં કેરળમાં છોકરીઓને ધર્મ બદલવા પર મજબૂર કરવા અને તેમને ISIS જોઈન કરવાની સ્ટોરી દર્શાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થયા બાદથી જ ‘ધ કેરળ સ્ટોરી’ પર ખૂબ જ વિવાદ થઈ રહ્યો હતો અને તેને બેન કરવાની પણ માંગ કરવામાં આવી હતી. જોકે, શુક્રવારે ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થઈ અને બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ પણ કરી રહી છે. અત્યારસુધી બે દિવસમાં ફિલ્મનું ઇન્ડિયા કલેક્શન ઓલમોસ્ટ 20 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે અને તે સ્લીપર હિટ બનવા તરફ આગળ વધી રહી છે. પરંતુ, ‘ધ કેરળ સ્ટોરી’ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને બેન કરવાનો નિર્ણય લીધો છે તો બીજી તરફ, તામિલનાડુના મલ્ટીપ્લેક્સ એસોસિએશને થિયેટર્સમાં ફિલ્મ બતાવવાનો ઇન્કાર કરી દીધો છે. મમતા બેનર્જીએ રાજ્યના ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે કે, બંગાળના થિયેટર્સમાંથી આ ફિલ્મને હટાવવામાં આવે. કહેવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય બંગાળમાં શાંતિ બનાવી રાખવા માટે લેવામાં આવ્યો છે. જેથી શહેરમાં હિંસા અને ક્રાઇમની ઘટનાઓ ના બને.

મમતા બેનર્જીએ BJP પર આરોપ લગાવતા કહ્યું કે, BJP સરકાર ઉપજાવી કાઢેલી અને ખોટી સ્ટોરીવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, BJP ‘ધ કેરળ સ્ટોરી’ નામની ફિલ્મ બતાવી રહી છે, જેની સ્ટોરી ઉપજાવી કાઢેલી છે. થોડાં દિવસ પહેલા તેમના દ્વારા મોકલવામાં આવેલા એક્ટર્સ બંગાળ આવ્યા હતા અને તેઓ મનગઢંત અને ખોટી સ્ટોરીવાળી ફિલ્મ બંગાલ ફાઇલ્સની તૈયારી કરી રહ્યા છે. આ લોકો કેરળ અને તેના લોકોની માનહાનિ કરી રહ્યા છે. તેઓ રોજ બંગાળના માનને પણ હાનિ પહોંચાડે છે. BJP શા માટે સામુદાયિક મુશ્કેલીઓ પેદા કરી રહી છે? આ બધુ કરવું શું કોઈ રાજકીય પાર્ટીનું કામ છે? તમને આવુ કરવાનો અધિકાર કોણે આપ્યો.

બીજી તરફ, તામિલનાડુમાં પણ ફિલ્મના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તામિલનાડુ મલ્ટીપ્લેક્સ એસોસિએશને અનાઉન્સ કર્યું છે કે, રવિવારથી સમગ્ર રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’નું સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવશે. એસોસિએશને પોતાના નિર્ણયની પાછળનું કારણ જણાવતા કહ્યું કે, આ ફિલ્મ લો એન્ડ ઓર્ડર માટે જોખમી બની શકે છે. સાથે જ, એવુ પણ કહ્યું કે જનરલ પબ્લિક પાસેથી ફિલ્મને મળેલા ઠંડા રિસ્પોન્સના કારણે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તામિલનાડુમાં ઘણા રાજકીય સંગઠનોએ પણ એવી ધમકી આપી છે કે જો કોઈ થિયેટરમાં ફિલ્મ બતાવવામાં આવશે, તો તેને બંધ કરાવી દેવામાં આવશે. તામિલનાડુની નામ તમિલાર કાચી પાર્ટીએ શનિવારે ચેન્નઈમાં ‘ધ કેરળ સ્ટોરી’ના રીલિઝ વિરુદ્ધ પ્રદર્શન પણ કર્યું હતું. પાર્ટી કેડર્સે પોતાના સંગઠનના વ્યવસ્થાપક, એક્ટર-ડાયરેક્ટર સીમનના નેતૃત્વમાં ચેન્નઈના એના નગરમાં ફિલ્મ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. પાર્ટી કાર્યકર્તાઓએ એ થિયેટર્સની અંદર પણ પ્રદર્શન કર્યું, જ્યાં ફિલ્મ બતાવવામાં આવી રહી હતી અને પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp