એલ્વિશ યાદવ મળ્યો હરિયાણાના CM ખટ્ટરને, રાજકારણને લઇ કહી આ વાત

PC: indiatimes.com

જાણીતો યૂટ્યૂબર એલ્વિશ યાદવ બિગ બોસ OTT 2 જીતી ચૂક્યો છે. હાલમાં જ તે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને તેમના ઘરે મળ્યો હતો. દિલ્હીમાં એલ્વિશે એક સન્માન સમારોહ રાખ્યો હતો. જ્યાં મનહોરલાલ ખટ્ટર પણ આવ્યા હતા. કહેવામાં આવ્યું કે આ ઈવેન્ટમાં 3 લાખથી વધારે લોકો પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સ્ટેજ પર જઈ એલ્વિશ યાદવને સન્માનિત કર્યો. સ્ટેજ પર બિગ બોસનો કંટેસ્ટેંટ પ્રિંસ નરુલા પણ હતો. સાથે જ એલ્વિશના માતા-પિતા પણ ત્યાં મોજૂદ હતા. આ કાર્યક્રમ ગુરુગ્રામના તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં થયો હતો. જ્યારે એલ્વિશ બિગ બોસના ઘરમાં હતો તેણે રાજકારણમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે બેબિકા ધુર્વેના પિતાને પૂછેલું કે તે પોલિટિક્સમાં જવા માગે છે. તેનું કરિયર કેવી રહેશે. જોકે તેમની પાસેથી તેને વધારે રિસ્પોન્સ મળેલો નહીં.

એલ્વિશે એક ઈન્ટરવ્યૂમાં રાજકારણમાં જવાની વાત પર કહ્યું કે, હું સ્પેશ્યિલ ફીલ કરી રહ્યો છું કે હું મુખ્યમંત્રીને મળી શક્યો. જ્યારે પહેલીવાર હું તેમને મળ્યો હતો ત્યારથી મને સ્પેશિયલ ફીલ થઇ રહ્યું છે. તેમણે જ્યારે મને બોલાવ્યો અને કહ્યું કે તમે સારુ કામ કર્યું છે. આ વાતને લઇ હું તેમનો ઘણો આભારી છું.

એલ્વિશે કહ્યું હતું કે મુખ્યમંત્રી ખટ્ટર તેના કાર્યક્રમમાં આવશે. આમાં કોઈપણ પોલિટિકલ મુદ્દો નથી. તો રાજકારણમાં જોડાવાને લઇ સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, મેં મારા ભવિષ્ય વિશે હજુ કશું નક્કી કર્યું નથી. સમય જ્યારે જ્યાં લઇ જશે હું જતો રહીશ. બસ મને મોટા લોકોના આશીર્વાદ જોઇએ.

બિગ બોસને લઇ તેણે કહ્યું કે, મારા માટે આ શો જીતવો મોટી વાત છે. 17 વર્ષમાં કોઇ વાઇલ્ડ કાર્ડ જીત્યા નથી. જો હું વાઈલ્ડ કાર્ડ બનીને જીત્યો તો આ મારા માટે મોટી વાત છે. મને આટલો પ્રેમ મળ્યો. મને પોતે ખબર નથી પડી કે મેં એવું શું કર્યું કે મને આટલો પ્રેમ મળ્યો. ખૂબ જ સારુ લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp