સુંદરતા બની મુશ્કેલી, મોડલ શોધી રહી છે લોકોને 'ડરાવે' તેવો બોડીગાર્ડ

એક મોડલ કહે છે કે તે એટલી સુંદર છે કે લોકો તેને જોતા જ રહે છે. જીમ હોય કે બજાર, તેને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તે હવે લાખો રૂપિયા ખર્ચીને પોતાના માટે બોડીગાર્ડ રાખવાનું વિચારી રહી છે, જેથી તે શાંતિથી જીવી શકે. સોશિયલ મીડિયા પર પોતે મોડલ મોનિકા હલ્ડે પોતાનો આપવીતી શેર કરી છે.

37 વર્ષની મોનિકા અમેરિકાના એરિઝોનાની રહેવાસી છે. તે એક બોડીગાર્ડ રાખવાનું વિચારી રહી છે કારણ કે પુરુષો તેને જીમમાં જોવાનું બંધ નથી કરતા. મોનિકા ઈચ્છે છે કે તેનો બોડીગાર્ડ એવો હોવો જોઈએ જે લોકોને ડરાવી શકે.

તે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે, પરંતુ ઘણીવાર જીમમાં પુરુષો તેને જોતા હોય છે. કેટલાક લોકો તેની સાથે વાત કરવા માટે ઉત્સુક હોય છે તો કેટલાક તેના બિનજરૂરી વખાણ કરતા રહે છે. લોકો કોઈ ને કોઈ બહાનું કરીને તેની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. આનાથી મોનિકાનું ધ્યાન ભંગ થાય છે અને તે જીમમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી.

આ અંગે તેણે 'ડેઈલી સ્ટાર' સાથેની વાતચીતમાં કહ્યું - હું એવા વ્યક્તિ માટે ખુશી-ખુશી 3,000 ડોલર(રૂ. 2 લાખ 45 હજાર) દર મહિને આપીશ, જે સારું કામ કરતો હોય અને લોકોને ડરાવી શકતો હોય. મોનિકા કહે છે- વ્યાયામ કરવું મારા માટે ખૂબ જ જરૂરી છે. હું આ માત્ર મારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ મારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ કરું છું.

મોનિકા પરણીત છે અને તેના પતિ જોન સાથે રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહીં મોનિકા પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો તેની સાથે ફ્લર્ટ કરવાનું છોડતા નથી.

જો કે, મોનિકા સ્વીકારે છે કે જ્યારે કોઈ તેની સુંદરતાના વખાણ કરે છે ત્યારે તેને તે ગમે છે પરંતુ તે દરેક સમયે પસંદ નથી કરતી. તે કેટલીકવાર ફક્ત એકલી રહેવા માંગે છે જેથી તે જીમમાં અને બહાર શાંતિથી તેનું કામ કરી શકે. આ માટે તે બોડીગાર્ડ રાખશે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.