26th January selfie contest

ફિનાલે પહેલા બિગ બોસના ઘરમાંથી આઉટ થયો સાજીદ, આસું સાથે કર્યો શોને અલવિદા

PC: twitter.com

બિગ બોસ 16ના ફેન્સને આ અઠવાડિયે ઘણા ઝટકા મળ્યા છે કારણ કે આ અઠવાડિયે એક નહીં પરંતુ 3-3 લોકો બિગ બોસના ઘરમાંથી બહાર થઈ ગયા છે. શ્રીજિતા ડે અને અબ્દુ રોઝિક પછી હવે બિગ બોસ 16ના ઘરમાંથી માસ્ટર માઈન્ડ સાજીદ ખાને પણ ફિનાલે પહેલા શો છોડવો પડ્યો છે. બિગ બોસના ઘરમાં 100થી વધારે દિવસ પસાર કર્યા પછી સાજીદ ખાન નમ આંખ સાથે શોને અલવિદા કરતો જોવા મળ્યો હતો.

બિગ બોસના ફેન્સ અબ્દુ રોઝિકના શોથી આઉટ થવાની ખબરથી ઉદાસ હતા. આ વચ્ચે હવે શોના નવા પ્રોમોએ ફેન્સને વધારે માયુસ કરી દીધા છે. અબ્દુ રોઝિક પછી હવે સાજીદ ખાન પણ શોમાંથી બહાર થઈ ગયો છે. સન્ડે એપિસોડમાં સાજીદ ખાન બિગ બોસના ઘરને અલવિદા કહેતો જોવા મળશે. શોનો પ્રોમો વીડિયો શેર કરવામાં આવ્યો છે. પ્રોમોમાં જોઈ શકશો કે બિગ બોસ ખાસ અંદાજમાં સાજીદ ખાનને શોમાંથી વિદાય કરે છે.

ગાર્ડન એરિયામાં આખું સેટઅપ કરવામાં આવ્યું છે, જ્યાં તેને ટ્રિબ્યૂટ આપવામાં આવે છે. બિગ બોસ કહે છે કે તે શોના એકમાત્ર એવા કન્ટેસ્ટન્ટ છે, જેની ઘરના બધા લોક ઈજ્જ કરે છે. બિગ બોસના ઘરમાંથી વિદાય લેતા સાજીદ ખાન ઘણો ઈમોશનલ દેખાયો હતો. તે પોતાના આસુંઓને રોકી શક્યો ન હતો. સાજીદે શોમાંથી બહાર જતા પહેલા ઘરના તમામ લોકોની માફી માંગી હતી અને તેમને ગળે લાગીને ઘણો પ્રેમ આપ્યો હતો.

સાજીદ ખાનના ઘરમાંથી બહાર થવા પર સમ્બુલ ખાન ઘણું રડી હતી કારણ કે તે શોમાં સૌથી વધારે સાજીદ ખાનની નજક હતી અને સાજીદે હંમેશાં સમ્બુલને એક બાળકની જેમ રાખી હતી. નિમ્રત, શિવ, એમસી સ્ટેન અને અર્ચના ગૌતમ પણ સાજીદના ઘરની બહાર થવા પર ઈમોશનલ થયેલા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે સાજીદ ખાન ઓછા વોટના લીધે નહીં પરંતુ પોતાના વર્ક કમિટમેન્ટ્સના લીધે ફિનાલે પહેલા ઘરની બહાર થયો છે. રિપોર્ટ્સની માનીએ તો સાજીદ ખાનને પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું છે અને તેના કારણે તે બિગબોસના ઘરની બહાર નીકળી ગયો છે.

સાજીદ ખાનની બિગ બોસની જર્ની અંગે વાત કરીએ તો શોમાં લોકોએ તેને ઘણો પસંદ કર્યો છે. અબ્દુ રોઝિક સાથેની તેની મિત્રતા ઘણી હીટ રહી હતી. ફેન્સે તે બંનેની જોડીને ઘણો પ્રેમ આપ્યો હતો. પરંતુ શોના ફિનાલે પહેલા જ બંને ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. બિગ બોસની સીઝન હવે પૂરી થવામાં માત્ર એક મહિના જેટલો જ સમય બાકી છે. તો હવે જોવું રહ્યું કે આ વખતની સીઝનમાં વિનરનો તાજ કોના માથા પર જાય છે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp