
'ભાભી જી ઘર પર હૈં' સીરિયલની 'અંગૂરી ભાભી'એ ઘર-ઘરમાં નામ બનાવ્યું છે. 'અંગૂરી ભાભી'નું પ્રથમ પાત્ર ભજવનાર શિલ્પા શિંદે પોતાના અભિનયને કારણે જેટલી લોકપ્રિયતા મેળવી રહી છે તેટલી જ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. શિલ્પા શિંદે ત્યારે વધારે હેડલાઇન્સમાં હતી જ્યારે તે કો-એક્ટર રોમિત રાજ સાથે લગ્ન કરવાની હતી પરંતુ છેલ્લી ક્ષણે તેના લગ્ન તૂટી ગયા.
શિલ્પા શિંદેના લગ્નના કાર્ડ છપાઈ ગયા હતા, સાત ફેરાની સંપૂર્ણ તૈયારીઓ અને રીતરિવાજો પણ શરૂ થઈ ગયા હતા. પરંતુ છેલ્લી ક્ષણે અભિનેત્રીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. શિલ્પા શિંદેની માતાએ લગ્ન તોડવાનું કારણ જણાવ્યું હતું કે જ્યારે તેમની પુત્રીને રોમિત રાજે પ્રપોઝ કરી હતી ત્યારે શિલ્પાએ સંબંધ માટે હા પાડી હતી પરંતુ બાદમાં તેમને ખબર પડી કે તેઓ બંનેના મંતવ્યો ખૂબ જ અલગ છે. બંનેના પરિવારો પણ ખૂબ જ અલગ છે.
શિલ્પા શિંદેની માતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે લાંબા સમયગાળાના સંબંધોમાં તમેવસ્તુઓ સાથે સમાધાન કરી શકતા નથી. તેથી જ મારી પુત્રીએ લગ્ન તોડી નાખ્યા. પછી છૂટાછેડા લેવા કરતાં વહેલા સંબંધ તોડી નાખવો વધુ સારું છે. શિલ્પાની માતાએ પણ કહ્યું હતું કે તેમની પુત્રી લગ્ન તોડ્યા બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે, શિલ્પા શિંદે અને રોમિત રાજ એક સાથે 2007માં ટીવી સીરિયલ 'માયકા'માં સાથે જોવા મળ્યા હતા. આ સીરિયલ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. રોમિત રાજના પ્રપોઝ કર્યા બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ પછી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp