તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર પર ભડકી રીટા રિપોર્ટર, સેડિસ્ટ...

PC: spotboye.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિટકોમ હાલ પોતાના કોન્ટેન્ટ અને ઓછી ટીઆરપીના કારણે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ રોશન ભાભીનું પાત્ર ભજવનારી જેનિફર મિસ્ત્રીએ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જ્યારે રીટા રિપોર્ટર નામનું પાત્ર ભજવતી પ્રિયા આહુજાએ પણ આસિત મોદીને આડે હાથ લીધા છે. પ્રિયા આહુજાએ આસિત કુમાર મોદીને સેડિસ્ટ એટલે કે, બીજા લોકોના દુખ પર ખુશ થનારા વ્યક્તી તરીકે ગણાવ્યા છે.

પ્રિયા આહુજા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ડાયરેક્ટર રહી ચૂકેલા માલવ રાજદાની પત્ની છે. તેણે પ્રેગ્નન્સીના કારણે શોમાંથી બ્રેક લીધો હતો. એક્ટ્રેસનું કહેવું છે કે, ત્યાર બાદ તેણે ઘણી વખત આસિત કુમાર મોદીને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ તેમની ટીમ તરફથી કોઇ જવાબ ન મળ્યો. એક મીડિયા ઇન્ટર્વ્યુમાં પ્રિયાએ આસિત મોદી અને તેમની ટીમને સેડિસ્ટ ગણાવ્યા અને કહ્યું કે, મારે એક ઓફિશિયલ રાજીનામું આપવું પડ્યું, જેમાં મેં ક્લિયર કર્યું કે, હવેથી હું આ શોનો હિસ્સો નથી. આ રાજીનામાનો પણ કોઇ જવાબ ન આપ્યો. મને લાગે છે કે, તેઓ મારા આ પગલા ઉઠાવવાની રાહ જોઇ રહ્યા હતા.

આ સાથે જ પ્રિયાએ કહ્યું કે, મારા રાજીનામા બાદ, મને વિશ્વાસ હતો કે, મેકર્સ બે દિવસની અંદર અંદર જ મારી જગ્યા અન્ય કોઇ એક્ટ્રેસને કાસ્ટ કરી લેશે અને એ જ થયું. તે રીટા રિપોર્ટરનો ટ્રેક પાછો શોમાં લાવ્યા છે અને એક એક્ટ્રેસને કાસ્ટ કરી લીધી છે. તેઓ સેડિસ્ટ છે જે આ પ્રકારની ચીજો કરવાનું પસંદ કરે છે.

પ્રિયાએ કહ્યું કે, તે આ સિટકોમ સાથે શરૂઆતના દિવસોથી જોડાયેલી હતી. પહેલા તેણે પ્રેગ્નન્સીના કારણે બ્રેક લીધો હતો, શોના ડાયરેક્ટર રહી ચૂકેલા તેના પતિ માલવ રાજદાએ રાજીનામું આપ્યું તો તેને પણ શોમાંથી વગર કોઇ નોટિસ આપ્યો કાઢી મૂકવામાં આવી. પ્રિયાએ કહ્યું કે, ગયા આઠ મહિનાથી તમને બોલાવવામાં નથી આવ્યા. પ્રિયા બોલી કે, મને શોમાંથી કાઢી મૂકવામાં આવી કારણ કે, હું માલવની પત્ની છું. પણ હું આ શહેરમાં કોઇની પત્ની બનવા માટે નહોતી આવી. તેઓ એક આર્ટિસ્ટ સાથે આવું કઇ રીતે કરી શકે. જ્યારે મારા પતિ શોના ડાયરેક્ટર હતા, ત્યારે પણ મેં કદી એ બાઉન્ડ્રીને ક્રોસ નથી કરી. હું પણ સેટ પર અન્ય એક્ટ્રેસની જેમ જ હતી. પણ આસિતજી એ જરૂર મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને મિક્સ કરી દીધી છે. કારણ કે, માલવે શો છોડી દીધો છે તો તેમણે મારી સાથે આમ કર્યું.

પ્રિયાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે, માલવે કેટલાક મિસબિહેવિયર બાદ શોમાંથી એક્ઝિટ લીધી છે. તેમણે કહ્યું કે, માલવે ત્યારે રાજીનામું આપ્યું કે, જ્યારે વાત સહનશક્તિની બહાર ચાલી ગઇ. માલવે એક મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો હતો, પણ આસિતજીએ પાંચ દિવસ પછી જ તેમને આવવા માટે ના પાડી દીધી હતી. ઘણા ટાઇમથી શોના એક્ટર્સ શો છોડીને ચાલ્યા ગયા છે. લગભગ દરેકે પ્રોડ્યુસર આસિત મોદી પર કંઇકને કંઇક આરોપ લગાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp