પાપારાઝી સામે ભારતી સિંહની કોમેડી જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો

PC: bollywoodmdb.com

ભારતી સિંહ હાલના સમયમાં ‘ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સર’ હોસ્ટ કરતી નજરે પડી રહી છે. તેની સાથે પતિ હર્ષ લીંબાચિયા પણ હોય છે. ડાન્સિંગ રિયાલિટી શૉને ગીતા કપૂર, સોનાલી બેન્ડરે અને ટેરેન્સ લુઈસ જજ કરે છે. સોની ટી.વી.ના આ શૉ સિવાય ભારતી ગત દિવસોમાં ‘Big Boss OTT’ હોસ્ટ કરતી નજરે પડી હતી. દર્શકોને હસાવવાની વાત હોય તો તે દેશના બેસ્ટ કોમેડિયન્સમાંથી એક છે. માત્ર શૉઝમાં જ નહીં જ્યારે તે પાપારાઝી સામે આવે છે ત્યારે પણ કોમેડી કરતા ચૂકતી નથી.

શનિવારે પાપારાઝીએ ભારતી સિંહને પોતાના કેમેરામાં કેદ કરી. આ દરમિયાન તે તેની સાથે ગપશપ કરે છે. ભારતી સિંહે કેઝ્યૂઅલ કપડામાં હોય છે અને તૈયાર થવા જાય છે. જ્યારે ભારતી સિંહ જઈ રહી હોય છે તો પાપારાઝી તેને કેપ્ચર કરતા ચાલે છે. આ દરમિયાન તે પણ પોતાનો ફોન કાઢે છે અને પાપારાઝી તરફ કેમેરો કરી દે છે. ભારતી કહે છે ‘જુઓ આ લોકો મને પરેશાન કરી રહ્યા છે. ભાઈ મારે સ્ક્રિપ્ટ પણ યાદ કરવાની છે જઈને. જ્યારે કેમેરા તેની વધુ નજીક આવે છે તો તે કહે છે વધુ ઝૂમ કરી દો, મોઢાના વાળ દેખાડી દો.’

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યારબાદ તે પાપારાઝીની હાલ-ચાલ પૂછે છે. વાત કરતા કરતા એક પાપારાઝી પર તેની નજર પડે છે જે સમોસુ પકડીને ઊભો હતો. ભારતી તેનું સમોસુ ખાવા લાગે છે. આગળ તે એક છોકરીને કહે છે ‘આ નાની છોકરી મીડિયાથી છે. હાય કેટલી નાની છોકરી.’ પછી ભારતી અંદર જતી રહે છે. આ વીડિયો વિરલ ભયાણીએ શેર કર્યો છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, મેં ક્યારે ભારતીને નખરાં કરતી જોઈ નથી. ન મીડિયાને ક્યારેય ના કહે છે. એક યુઝર લખે છે કે તેના સેન્સ ઓફ હ્યુમરને પ્રેમ છે. એક અન્ય યુઝરે લખ્યું કે, ક્યૂટ કોમેડિયન. અન્ય એક યુઝરે લખ્યું કે, કોઈ એટિટ્યુડ નહીં, બસ હંમેશાં બધાને હસાવે છે.

મનોરંજનની દુનિયામાં ભારતી લાલી તરીકે પ્રખ્યાત છે. તેણે વર્ષ 2008માં ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સીઝન-4થી મનોરંજનની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. તે ટોપ-4 ફાઇનાલિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી હતી. વર્ષ 2009 અને વર્ષ 2010માં તે કોમેડી સર્કસનો હિસ્સો બની હતી. ભારતી ખૂબ વર્સટાઈલ છે. વર્ષ 2011માં ભારતીએ પંજાબી ફિલ્મ ‘એક નૂર’, વર્ષ 2012માં બોલિવુડ ફિલ્મ ‘ખેલાડી 786’ અને વર્ષ 2013માં કન્નડ ફિલ્મ ‘રંગન સ્ટાઈલ’માં કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp