ભારતી સિંહે પાપારાઝીને કહ્યું- મારો દીકરો તારી સાથે બદલો લેશે બાઇક લઈને...

PC: bollywoodbubble.com

ભારતી સિંહને આજે દુનિયામાં કોણ નથી ઓળખતું. લોકો તેના જોક્સને ખૂબ પસંદ કરે છે. મહિલા કોમેડિયનની દુનિયામાં ભારતી સિંહ નંબર વન પર આવે છે. ભારતી તેના અંગત જીવનને લઈને ઘણી ચર્ચામાં રહે છે અને તે લોકો સાથે તેના જીવન વિશે ખુલીને વાત કરે છે. તાજેતરમાં કોમેડિયન તેના પુત્ર અને પતિ સાથે જોવા મળી હતી. ભારતીએ આ વીડિયોમાં કંઈક એવું કહ્યું કે હવે તેનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. તેણે ત્યાં સુધી કહ્યું કે તેનો દીકરો પણ બદલો લેશે.

ફેમસ કોમેડિયન ભારતી સિંહ આ દિવસોમાં મધરહુડને એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ માતા બનેલી ભારતી સિંહ તેના પુત્ર લક્ષ્ય સાથે કેમેરાની સામે આવી હતી. તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભારતી મજાકમાં પૈપરાઝીને મજાક મજાકમાં ધમકવતી જોવા મળી રહી છે. હાસ્ય કલાકાર કેમેરામેનને ચેતવણી આપે છે કે તેનો પુત્ર લક્ષ્ય બધાનો બદલો લેશે, કારણ કે જ્યારે તે પેટમાં હતો ત્યારે પૈપરાઝીએ ખૂબ પીછો કર્યો હતો. ભારતીએ આ વર્ષે એપ્રિલમાં તેના પતિ હર્ષ લિમ્બાચીયા સાથે તેના પ્રથમ બાળક લક્ષ્યનું સ્વાગત કર્યું હતું.

વીડિયોમાં ભારતીને તેના પુત્ર અને તેની આયા સાથે કારમાં જોઈ શકાય છે. જ્યારે હર્ષ લિમ્બાચીયા આગળની સીટ પર હતા અને આની વચ્ચે પૈપરાઝીએ તેમને ઘેરી લીધા હતા. શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર પૈપરાઝી એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં ભારતીએ તેના પુત્રનો કેમેરામેન સાથે પરિચય કરાવ્યો હતો. ભારતીએ દીકરાને કહ્યું, 'ગોલુ, જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે તે અમને ડરાવવા માટે સ્કૂટર પર અમારી પાછળ આવતો હતો.' ત્યારે ભારતી કેમેરામેનને કહે છે, 'હવે મારો દીકરો તારી સાથે બદલો લેશે, તે બાઈક લઈને તારી પાછળ પાછળ આવશે. 

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

પૈપરાઝીએ હર્ષને પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે પણ પૈપરાઝીને તેના મામા કહીને તેના પુત્રનો પરિચય કરાવ્યો. પોતાના પુત્રને ખોળામાં લઈને કારમાંથી બહાર આવ્યા બાદ ભારતીએ પૈપરાઝીનો આભાર પણ માન્યો હતો. તેણે પોતાના પુત્રને ફોટોગ્રાફર્સ વિશે કહ્યું, 'યે સારે તેરે મામા હૈ બેટા'. ચાહકોએ વિડિયો પર પ્રેમ વરસાવ્યો અને પૈપરાઝી સાથેના સંબંધો બદલ ભારતી અને હર્ષની પ્રશંસા કરી. એકે કહ્યું, 'ભારતી અને હર્ષ ખૂબ જ ક્યૂટ છે.' તમને જણાવી દઈએ કે 3 એપ્રિલે ભારતી અને હર્ષે લક્ષ્યનું સ્વાગત કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp